________________
શારદ સાગર
અનંતકાળથી સંસારમાં પોતાના સ્વરૂપને જાણવાના સાધનો મળ્યા નથી. આર્યદેશ, ઉત્તમ કુળ, મનુષ્ય જન્મ, દીઘાયુષ આદિ સામગ્રી મળ્યા છતાં પણ વીતરાગ પરમાત્મા, દેવ અને સશુરૂને વેગ વિના વધુ સ્વભાવ રૂપ ધર્મની ઓળખાણ થતી નથી. આત્મસ્વભાવની ઓળખાણ થવી ઘણી દુર્લભ છે. કારણ કે આર્યદેશ મળવા છતાં પણ સદ્દગુરૂને ગ ઘણને મળતો નથી. આજે ઘણાં દેશ એવા છે કે જ્યાં સાધુના દર્શન પણ દુર્લભ છે. કદાચ ભાગ્યને દર્શન થાય તે તેમની વાણી સાંભળવા મળતી નથી. ઘણી વાર વ્યાખ્યાન વાણી સાંભળવા મળે તે તત્ત્વની વાતમાં રસ પડતું નથી. આ રીતે જીવને આજ સુધી પોતાના સ્વરૂપની ઓળખાણ થઈ નથી.
બંધુઓ ! આપણે આત્મા કેવી રીતે સુખી બને તે કેવી રીતે જાણી શકાય? તે ધર્મના શ્રવણથી જાણી શકાય. શરીરને સુખી બનાવવાનું બધા જાણે છે પણ મારે આત્મા સુખી છે કે દુઃખી છે? તે શાસ્ત્ર શ્રવણની જેને ભૂખ લાગી હોય અને એકાગ્રતાથી સાંભળતું હોય તે જાણી શકે છે. જ્ઞાનીઓ કહે છે કે જીવને આત્મતત્વની પિછાણ થવી પણ મહાન દુર્લભ છે. આજે તમારા પુણ્ય ચઢીયાતા છે કે તમે આત્મતત્વની પીછાણ કરાવનારી વાતે પ્રેમથી સાંભળો છે, જીવને દરેક ઠેકાણે પિતાના સ્વરૂપની વાત સાંભળવા મળતી નથી. તમારા અંતરમાં અનંત જ્ઞાનને ભંડાર છે. એવી વાત તમારા ઘરમાં, ઓફિસમાં, કે પેઢીમાં સાંભળવા મળતી નથી. ફક્ત ધર્મસ્થાનકમાં આ વાત સાંભળવા મળે છે.
આત્માના શુધ સ્વરૂપને ઢાંકનાર જે કઈ આવરણ હોય તો તે મોહ છે. મોહ આત્મરમણતા કરાવવામાં અને આત્મશ્રદ્ધામાં અંતરાય પાડે છે. મોહના પ્રબળ જેના કારણે આત્મશ્રદ્ધા અને આત્મરમણતા થઈ શકતી નથી. જેમને શત્રુ કે મિત્રની ઓળખાણ ન હોય તે મોહ શત્રુને કઈ રીતે જીતી શકે? આ જીવે અજ્ઞાનતાથી શત્રુઓને પણ મિત્ર માની લીધા છે. આપણામાં જ્ઞાન કેટલું છે ને અજ્ઞાન કેટલું છે? આપણામાં જ્ઞાન તે સિંધુમાં બિંદુ જેટલું પણ નથી અને જ્ઞાન કરતા અજ્ઞાનતા અનેક ગણી ભરેલી છે. આપણે આત્મા જેટલું વધુ પુરૂષાર્થ કરશે તેટલા અંશે અજ્ઞાનતા દૂર થશે ને તેનાથી મોહનું જોર ઓછું થશે ને તેના પરિણામે આપણે આત્મા મહાન સુખી થશે.
હું દેહ નથી, ઈન્દ્રિય નથી પણ આત્મા છું. તે આત્મા શાશ્વત અને જ્ઞાનદર્શન ચારિત્રથી યુક્ત છે. વળી બધા ગિલિક પદાર્થો સંગથી ઉત્પન્ન થયેલા છે. આ જગતમાં જેને સંગ થાય છે તેને વિગ પણ અવશ્ય થાય છે. દરેક પદાર્થોને તે પ્રમાણે વિચાર કરશે તે તેના ઉપરથી મોહ ઘટશે. માની લો કે કઈ માણસને એક વખત લાખ રૂપિયા મળ્યા હોય ત્યારે તેને ખૂબ આનંદ થાય છે. પણ કમભાગ્યે પાછા