________________
શારદા સાગર
આપે જ વેશ્યાને મારા ગુરૂ પાસે મોક્લી લાગે છે. પણ મેં તો પહેલેથી જ કહ્યું હતું ને કે વેશ્યા તો શું ખુદ ઈન્દ્રની અપ્સરા આવે તે પણ મારા ગુરૂને ચલાયમાન કરવા સમર્થ નથી. રાણીની વાત સાંભળી રાજા ભોંઠા પડી ગયા છતાં કહે છે વેશ્યાની વાત ઉપર વિશ્વાસ કરવા જેવું નથી. એ વાતને છોડી દે. આપણે મહાત્મા પાસે જઈએ. બંને જણે મહાત્માની પાસે ગયા. જોયું તે જૈન મુનિ હતા જ નહિ. બીજે ભગ વેશ ધારણ કરીને સાધુ બેઠા હતા. ચેલણું કહે સ્વામીનાથ! દેખે આ મારા ગુરૂ જ નથી. હું તો દ્રવ્ય અને ભાવ બંનેથી યુક્ત હોય તેને ગુરૂ માનું છું. આ મહાત્માને જે વેશ છે તે વેશ મારા ગુરૂને વેશ, રજોહરણું, મુહપત્તિ આદિ કઈ જ નથી. મારા ગુરૂનું લિંગ જ નથી તે પછી તેમને મારા ગુરૂ કેવી રીતે માની શકું!
આ જોઈ રાજા શરમાઈ ગયા ને મનમાં થયું કે રાણીની વાત તે સાચી છે. મારે એ ધર્મનું તત્ત્વ જાણવું જોઈએ. એવી સહેજ અભિલાષા જાગૃત થઈ. ત્યાર બાદ એક વખત શ્રેણી રાજા મંડિકુક્ષ બગીચામાં જઈ રહ્યા છે. બગીચામાં પગ મૂકતાં તેનું હૈયું હિલોળે ચઢ્યું. તેનું કારણ શું હશે? એ બગીચામાં અનાથી નિગ્રંથ એક વૃક્ષ નીચે ધ્યાનમાં સ્થિર થયા હતા. શ્રેણીકને ખબર નથી કે બગીચામાં કોણ છે?
જ્યાં સંત બિરાજતા હોય ત્યાં તેમના પરમાણુઓ વિખરાયા હેય છે. એ પરમાણુની માણસ ઉપર અસર થાય છે. તમે ઘેર સામાયિક કરશે તે સંસારના વિચારે આવશે પણ ધર્મસ્થાનકમાં સામાયિક કરશો તો ઉચ્ચ વિચારો આવશે. કારણ કે અહીંનું વાતાવરણ ધર્મમય હોય છે. સ્વાધ્યાય–ધ્યાનના પરમાણુઓ અહીં પડયા હોય છે. એક ન્યાય આપું. દરિયા કિનારા તરફથી પાણીને સ્પશને જે પવન આવે છે તેમાં શીતળતા હોય છે. અને રણમાંથી જે પવન આવે છે તેમાં ગરમી હોય છે. બંને પવન છે પણ બંનેના સ્પર્શમાં ફેર છે. તે રીતે આવા મહાન ચારિત્રવાન પવિત્ર સંત જ્યાં બિરાજમાન હોય ત્યાંનું વાતાવરણ પવિત્ર બની જાય છે. મુનિ પિતાના આત્મસ્વરૂપની રમણતામાં એકાગ્ર ચિત્ત કરીને ધ્યાનમગ્ન બનેલા છે. હજુ શ્રેણીક રાજાએ મુનિને જોયા નથી તે પહેલા બગીચામાં પગ મૂકતા જ તેમના અંતરને ઉકળાટ શમવા લાગ્યો. મનના તરંગે શાંત થયા. શીતળતાને અનુભવ થવા લાગે. હવે ફરતા ફરતા આગળ વધશે. ત્યાં શું બનાવ બનશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૬ અષાઢ વદ –ને મંગળવાર
તા. ૨૯-૭-૭૫ અનંત ઉપકારી જ્ઞાની ભગવંતે આપણને આત્મસ્વરૂપની ઓળખાણ આપે છે. તે સ્વરૂપનું રમણ કરાવે છે, કે જે સ્વરૂપને આપણે અનાદિકાળથી ભૂલી ગયા છીએ.