________________
શારદા સાગર
૪૧
પણ ચલણે પિતાના ધર્મનું નીચું પડવા ન જ દે ને. એક વખત એ પ્રસંગ બની ગયો કે એક જૈન મુનિ ઈસમિતિ જોતાં જોતાં યત્નાપૂર્વક નીચી નજરે મહેલ પાસેથી ચાલ્યા જાય છે. તે સમયે શ્રેણક રાજા ચલણને બોલાવીને કહે છે જે તે ખરી. તારા ગુરૂ કેવા છે? મડદાલની માફક નીચી દષ્ટિ રાખીને ધીમે ધીમે ચાલ્યા જાય છે. એને કોઈ મારે તે પણ તેને સામને કરવાની પણ તેનામાં શકિત કયાં છે? આ પણુ ગુરૂ તે વીર હોવા જોઈએ. કારણ કે આપણે વીર છીએ. માટે ઢાલ તલવાર બાંધી ઘોડા ઉપર બેસી ફરનાર આપણા ગુરૂ હોવા જોઈએ.
બંધુઓ! જુઓ. ચેલણ રાણીમાં કેવું ખમીર છે. પિતાના પતિને કેવા જવાબ આપી દે છે. પિતાના ગુરૂનું અપમાન સહી શકયા નહિ એટલે રાજાને કહ્યું. સ્વામીનાથ ! આપ કહે છે તેવા મારા ગુરૂ કાયર નથી પણ શૂરવીર છે. હું એવા નમાલા ગુરૂની શિષ્યા નથી. મારા ગુરૂના પરાક્રમ સામે તમારા જેવા હજારો શૂરવીર પણ નમાલા દેખાશે. તમારા શૂરવીર યોદ્ધાઓ એક ભુજા બળથી દુર્જય સંગ્રામમાં દશ લાખ સુભટને
જીતી લે છે પણ તેમણે કામ ઉપર વિજય મેળવ્યું નથી. એવા કામ ઉપર મારા ગુરૂએ વિજય મેળવ્યું છે. એ કંઈ ઓછી વીરતા છે. તેવા મારા ગુરૂને તમે કાયર કેમ કહી શકે? ચેલ્લણ શણુને જવાબ સાંભળી શ્રેણીક રાજાના મનમાં થયું કે કેટલી મક્કમતા છે! એના ગુરૂનું સહેજ પણ નીચું પડવા દેતી નથી. આ એમ માની જાય તેવી નથી. પણ કેઈ કારસ્તાન રચીને પણ એના ગુરૂને હલકા પાડું તો જ એ માનશે. ચિલણ પણ રાજાના મુખ ઉપરના ભાવ જોઈને સમજી ગઈ કે નક્કી આ મારા ગુરૂની પરીક્ષા કરશે. પણ તેને ગળા સુધી વિશ્વાસ હતો કે પરીક્ષાનું પરિણામ સારું જ આવશે. મારા ગુરૂ કદી પાછા નહિ પડે.
' આ તરફ રાજાએ એક વેશ્યાને બોલાવીને કહ્યું, પેલા જૈન સાધુ આપણા ગામમાં આવ્યા છે તેને કોઈ પણ પ્રકારે તું તેના ચારિત્રથી ભ્રષ્ટ કરી આવ. જે બરાબર કામ કરીશ તો તું કહીશ તે ઈનામ આપીશ. વેશ્યા કહે એ મારું કામ. મારે ઈનામની જરૂર નથી. આજે રાત્રે જ વાત. સંત એકલા હતા. શાસ્ત્રમાં કહ્યું છે કે આઠ અવગુણને ધણી એકલે વિચરે ને આઠ ગુણને ધણું પણ ગુરૂની આજ્ઞા લઈને એકલો વિચરે. આ મુનિ આઠ ગુણના ધણી હતા. તે ગુરૂની આજ્ઞા લઈને એકલા વિચરતા હતા.
સંત પ્રતિક્રમણ કરી રહ્યા છે. આ સમયે પેલી વેશ્યા શૃંગાર સજીને સાધુના સ્થાનકમાં આવી. સાધુએ સ્ત્રીને જોતાં જ કહ્યું: હે બહેના અમારા સ્થાનકમાંથી બહાર નીકળી જા. આ ગૃહસ્થનું ઘર નથી. ધર્મસ્થાનક છે. રાત્રે અહીં સ્ત્રીએ આવી શકાય નહિ. જલ્દી ચાલી જા. વેશ્યા કહે. હું આપને કેઈ કષ્ટ આપવા નથી આવી. આપને આનંદ