________________
૪
શારદા સાગર
કરાવવા આવી છું. એમ બેલતી વેશ્યા સાધુના સ્થાનકમાં પેસી ગઈ. સંત સમજી ગયા કે આ સ્ત્રી મને મારા ચારિત્રથી ભ્રષ્ટ કરવા માટે આવી છે. જે કે હું તો મારા ચારિત્રમાં દઢ છું પણ એ બહાર જઈને એમ કહેશે કે હું જેન મુનિના શીયળ વ્રતને ભંગ કરાવીને આવી છું. ત્યારે મારી વાત કેણ સાચી માનશે? અને મારા જેન શાસનની હીલણા થશે. વેશ્યા જેવી સ્થાનકમાં પેઠી તેવા બહારથી બારણા બંધ થઈ ગયા. તેણે પહેલેથી બધી વ્યવસ્થા કરી લીધી હતી.
આ મુનિ લબ્ધિવંત હતા. જૈન મુનિએ લબ્ધિનો ઉપયોગ કરતા નથી પણ જ્યારે શાસનની હીલણ થવાને પ્રસંગ આવે ત્યારે લબ્ધિને પ્રવેશ કરે છે. આ મુનિએ પિતાની લબ્ધિ દ્વારા એક ભયંકર વિકરાળ રૂપ ધારણ કર્યું. શરીરમાંથી અગ્નિ કરવા લાગી. આ જોઈ વેશ્યા ગભરાઈ ગઈ. બળવા લાગી. મહાત્માના ચરણમાં પડીને કહેવા લાગી મને બચાવે..બચાવે. બળી જાઉં છું. મને ક્ષમા કરે. મને શ્રેણીક રાજાએ મોકલી છે એટલે હું આવી છું. બહારથી દરવાજા બંધ કર્યા છે. નહિતર અત્યારે જ ચાલી જાત. આપ મારા ઉપર દયા કરીને મને બચાવે.
મુનિએ પિતાની લબ્ધિ સંકેલી લીધી ને પિતાને વેશ બદલાવી લીધે. શાસ્ત્રમાં અપવાદરૂપે આવું કઈ કારણ ઉપસ્થિત થાય તે વેશ પરિવર્તન કરવાનું કહ્યું છે. વેશ્યા એક ખૂણામાં જઈને બેસી ગઈ. આ તરફ રાજા ચેલાણને કહે છે તારા ગુરૂના તું બે મેઢે વખાણ કરતી હતી પણ અત્યારે મારી સાથે ચાલ. તને બતાવું કે તારા ગુરૂ કેવા છે? તારા ગુરૂ એક વેશ્યાને રાખીને બેઠા છે. ચેલ્લણ રાણી કહે છે મારા ગુરૂ ત્રણ કાળમાં એવા ન હોય. હું નજરે જોયા વિના માનું નહિ. જો તમે કહ્યું તેવું જોઈશ તે હું તેમને કદાપિ મારા ગુરૂ નહિ માનું. હું તે સત્યને માનવાવાળી છું. અમારા ગુરૂ કેવા હોય તે સાંભળે. * ના સંગ કરે કદી નારીને, ના અંગોપાંગ નિહાળે,
જે જરૂર પડે તે વાત કરે પણ નયને નીચા ઢાળે, મનથી-વાણીથી-કાયાથી વ્રતનું પાલન કરનારા આ છે અણુગાર અમારા
ચલણ કહે છે. સ્વામીનાથ! અમારા ગુરૂ સ્ત્રીના સામી દષ્ટિ પણ કરે નહિ તે ઘરમાં રાખવાની તો વાત જ કયાં? રાજા કહે છે પણ મેં નજરે જોયું છે. ચેલ્લણ કહે મને બતાવે. રાજા-રાણી બને સાધુના સ્થાનકે આવ્યા. દરવાજો ખેલ્ય. દરવાજે ખોલતાં જેમ પિંજરામાંથી અકળાયેલું પક્ષી જલ્દી પાંખ ફફડાવતું બહાર નીકળે તેમ વેશ્યા જલ્દી બહાર આવીને રાજાને કહેવા લાગી. “આપ મને બીજું ગમે તે કામ સેપ પણ કદી જૈન સાધુની પાસે જવાનું કહેશે નહિ. આ મુનિના તપના તેજથી હું બળી જાત પણ તેમની દયાથી જીવતી રહી છું. ચેલ્લણ કહે છે સ્વામીનાથ!