________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રથમ સ્થાન–અધ્યાય પાંચમે.
જેના શરીરને રંગ મિશ્ર હોય, જેનું શરીર અતિ કાંતિવાળું હોય, જે ગંભીર અને ધીર હોય, જેના શરીરનાં રૂવાં ચીરાઈ ગયેલાં હોય, જે સ્ત્રીઓને પ્રિય હોય, જે ભારને સહન કરી શકતો હોય, જે ભોગી હોય, અને જેનામાં વાત, પિત્ત અને કફ પ્રકૃતિમાં કહેલાં લક્ષણ ભેગાં માલમ પડતાં હોય તેને સમપ્રકૃતિવાળે મનુષ્ય જાણવો.
વાયુના પ્રવાહની પ્રવૃત્તિ, अथान्तरं वच्मि मरुत्प्रवाहं पूर्व तथा पश्चिमदक्षिणोत्तरम् । तेषां गुणान् दोषविकोपनं च पृथक्पृथझे गदतः शृणु त्वम् ॥
હવે હું પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ તથા ઉત્તરમાં જે વાયુનો પ્રવાહ ચાલે છે તેનું નિરૂપણ કરું છું તે વાયુપ્રવાહના ગુણે અને તેઓ જે દે પને કપાવે છે કે, હું તને જૂદું જુદું કરીને કહું છું તે તું સાંભળ.
પૂર્વદિશા વાયુ, शीतोऽतिमाधुर्यगुणप्रयुक्तो वातप्रकोपी बलकृद्विशेषात् । वाताधिकानां व्रणशोफिनां च प्राचीप्रवृत्तः पवनो न शस्तः॥
પૂર્વ દિશાને વાયુ શીતળ, અતિ માધુર્ય ગુણવાળો, વાયુને કાપાવનાર તથા વિશેષ કરીને બળને આપનાર છે. જેમના શરીરમાં વાયુ વધારે છે, જેમને ત્રણ (ચાંદાં) અને સે થયો હોય તેમને એ વાયુ હિતકર નથી.
અગ્નિકોણને વાયુ, किञ्चित्सतितो मधुरान्वितः स्यात्कफः समीरोद्भवरोगकारी । सुशीतलः शोफवतां व्रणानां शस्तो न चाग्नेयसमीरणश्च ॥
અગ્નિખૂણાને વાયુ કાંઈક કડ, અને મધુર રસથી મિશ્ર હોય છે એ વાયુ કફના તથા વાયુના રોગને ઉપજાવે છે. વળી તે વાયુ અતિ ઠંડે છે માટે ત્રણવાળાને તથા સેજાવાળાને હિતકર નથી.
મલયાચળને વાયુ, तिक्तः कषायो मधुरोतिमन्दः सुगन्धसंशीतगुणैः प्रकृष्टः। वदन्ति संज्ञां मलयानिलेति प्रकृष्टरामाजनचित्तहारी॥
For Private and Personal Use Only