________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩.
હારીતસંહિતા.
જે પુરૂષ અતિ ગૌર તથા પિંગટ વર્ણના હોય, જેનો દેહ સુકુમાર હાય, અતિ શીતળ પદાર્થ ઉપર જેને પ્રીતિ હાય, જેનાં નેત્ર મઘ જેવાં પિગટ હાય, જેનો સ્વભાવ ધણા તીખા હાય, જે ઘણા ક્રોધી હાય, જે ક્ષણભંગુર વિચારવાળા, જે સેહેજ બાબતમાં ત્રાસ પામવાના વભાવવાળા, જે કામળ હોય, જેનું શરીર રૂવાંટાં વગરનું હોય, જેને ગૌડી નામે સુરા પ્રિય હાય, જેને કડવા ખાવા સારા લાગતા હોય, જેને તીખા પદાર્થ ભાવતા ન હોય, જે ગરમ ભાજન અને ગરમ પદાર્થોના આહાર વિહાર ન કરતા હાય, જેને આત્મસ્તુતિ વાહાલી હોય તથા જેના દાંતના વણું અતિ નિર્મળ હાય તે પુરૂષને પિત્તપ્રકૃતિવાળા જાણવા. કફપ્રકૃતિનું લક્ષણ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सुस्निग्धवर्णः सितलतृप्तः श्यामः सुकेशो नखदीर्घरोमा । गम्भीरशब्दः श्रुतशास्त्रनिद्रा तन्द्रा प्रियस्तिक्तकटूष्णभोजी ॥ स मांसलः स्निग्धरसप्रियश्च सगीतवाद्योऽतिसहिष्णुशीतः । व्यायामशीलो रतलालसोऽसौ भवेत्कफस्य प्रकृतिर्मनुष्यः ॥
इति कफप्रकृतिः ।
જેના વર્ણ અત્યંત સ્નિગ્ધ હાય, જેનાં નેત્ર ધોળાં હાય, જે તૃપ્ત હાય, જેના શરીરનો રંગ શ્યાન હાય, જેના કેશ સ્નિગ્ધ અને લાંબા હાય, જેના નખ અને રૂવાં લાંબાં હોય, જેના શબ્દ ગંભીર હોય, જેણે શાસ્ત્રોનું શ્રવણ કર્યું છે એવા હાય, જેને નિદ્રા અને તંદ્રા વાહાલી હોય અર્થાત્ ઘણી હોય, જે કડવું, તીખું અને ગરમ ભાજન કરનારા હોય, જેના શરીરમાં માંસના જથા વધારે હાય, જેને સ્નિગ્ધ રસ વધારે પસંદ હોય, જેને સંગીત અને વાદ્ય પ્રિય હાય, જે સહનશીળ હોય, જેનું શરીર હમેશા ભંડું રહેતું હોય, જે કસરત કરવાના આદરવાળે હાય, અને જેને સ્ત્રીસંભોગની ઘણી પ્રીતિ હોય, એવા જે મનુષ્ય હાય તેને પ્રકૃતિવાળા જાણવા.
સમપ્રકૃતિનું લક્ષણ.
संमिश्रवर्णोऽति सुदीप्तगातो गम्भीरधीरोऽतिविदीर्णरोमा । रामाप्रियो भारसहो ऽतिमिश्री भोगेन युक्तः स समः प्रकृत्या ॥
इति समप्रकृतिः ।
For Private and Personal Use Only