________________
T
શ્રીવિજયપદ્યસૂરિકૃતન એક મનહર ઉપવને વિકુવીને રાજાને તે દેખાડયું. તે જોઈને રાજાએ વિચાર્યું કે મનહર ફલેવાળું આ ઉદ્યાના મારા ગુરૂ તાપસનું છે તેથી આનાં ફર્લો ખાવાની મારી ધારણું પૂર્ણ થશે. આવું વિચારી જેટલામાં તે ફલો લેવાને રાજાએ હાથ નાખ્યો કે તરતજ કેપેલા તે તાપસે રાજાને મારવા દોડ્યા. ચોરની જેમ કુટાતે તે રાજા ત્યાંથી નાઠે. રસ્તામાં સિદ્ધિને સાધનારા સાધુઓને જોયા. તેઓના શરણે રાજા ગયે તેઓએ રાજાનું ભયથી રક્ષણ કર્યું, પછી રાજાએ વિચાર્યું કે મેં જન્મથી જેમનું પિષણ કર્યું તેમનાથી જ હું કેમ કંગાયે, અને પૂર્વે મેં જેમને જોયા નથી તેવા આ સાધુઓએ મારું કેમ રક્ષણ કર્યું. માટે સારી રીતે પરીક્ષા કરાએલો એમનો ધર્મ મારું શરણ થાઓ. આવું વિચારતા -રાજાની આગળ તે પ્રભાવતી દેવે પ્રગટ થઈને જૈનધર્મમાં તેને નિશ્ચલ કર્યો. ત્યારથી માંડીને ઉદાયન - રાજા અરિહંતે કહેલ દયા મૂલ ધર્મને તથા સાધુઓને ભક્ત એવો શ્રાવક શિરામણ થયે. આ પ્રમાણે તે પ્રભાવતીએ રાજાને બાધ પમાડી પરમ શ્રાવક બનાવ્યું. (જે પ્રતિમાનું દેવદત્તા પૂજન કરે છે તેના પ્રભાવથી તેને કેવું ફળ મળ્યું વગેરે પ્રતિમાન મહિમા જણાવતી આ કથા ઘણું લાંબી છે, પરંતુ તેને - અહીં સંબંધ નથી માટે જણાવી નથી.)
છે ઈતિ પ્રભાવતી રાણીની કથા