________________
શ્રી કપૂરપ્રકરસ્પષ્ટાથદિ:
૫૩૫
લોકાર્થ –ચેથી અઢાઈ ચાર પ્રકારના સંઘે કરેલી સ્તુતિના પડઘા વડે એમ કહે છે કે ચાર મૂર્તિ (૩૫)વાળા તીર્થકર પ્રભુએ ચાર પ્રકારના દેએ રચેલા સમવસરણને પામીને ચાર પ્રકારની ગતિના છને હિતકારી ચાર પ્રકારને જે ધર્મ કહ્યો છે, તે ધર્મને ચાર પ્રકારના કષાયથી રહિત થઈને ચેથા વર્ગમાં આસક્ત, હે પંડિત પુરૂષ! તમે કરે. (આરાધો.) ૧૪૮ ' સ્પષ્ટાથે હવે ચોથી અઢાઈ શું જણાવે છે તે કહે છેદ-ચોથી અદાઈ સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપી ચાર પ્રકારના સંઘે કરેલી સ્તુતિના પડઘાઓ વડે એમ કહે છે કે ચાર મૂર્તિ (રૂ૫) વાળા એટલે જેમનાં ચાર શરીર છે (ભાવાર્થ એ છે કે એક શરીર છતાં ત્રણ દિશામાં દેવે કરેલ રૂપ હોવાથી સમવસરણની અંદર બેઠેલા તીર્થકરના ચાર દિશામાં ચાર મુખ (ચાર રૂષ) જણાય છે તેથી) એવા તીર્થપતિએ ભુવનપતિ વ્યસ્તર જ્યોતિષી અને વૈમાનિક એ ચાર પ્રકારના દેએ રચેલા સમવસરણને વિષે બેસીને નારકી તિર્યંચ મનુષ્ય અને દેવ એ ચાર પ્રકારની ગતિના જીને હિતકારી, દાન શિયલ તપ અને ભાવ એ ચાર પ્રકારને જે ધર્મ કહ્યો છે, તે ધર્મને ક્રોધ માન માયા અને લાભ એ ચાર પ્રકારના કષાયેથી રહિત થઈને, ધર્મ અર્થ કામ અને મેક્ષ તેમાંના ચોથા મોક્ષ નામના પુરૂષાર્થમાં આસક્ત થએલા એવા હે પંડિત પુરૂષ ! તમે પૂર્ણ ઉલ્લાસથી આરાધ. ૧૪૮
અવતરણ–હવે પાંચમી અઠ્ઠાઈનું રહસ્ય જણાવે છે –