________________
सोरदृदेसमउडं-तं तित्थाहीसरं सया वंदे ॥ सिरिसिद्धियसिद्धगिरि-अणंतजोवा जहिं सिद्धा॥६॥
સ્પટાથ–મુંબઈ ઈલાકામાં ગુજરાત કાઠીયાવાડ આદિ અનેક પ્રાન્ત છે, તેમાંના કાઠીયાવાડ પ્રાન્તમાં સૌરાષ્ટ્ર આદિ અનેક દેશ છે. તે કાઠીયાવાડના શીર્ષ સરખા સૌરાષ્ટ્ર દેશને (સેરઠ દેશને) શોભાવવામાં મુગટ સરખે અને અષ્ટાપદ આદિ અનેક તીર્થોમાં અતિ ઉત્તમ હાવાથી તીર્થાધિરાજ સરખે ચીરાગુંગરિ નામનો ગિરિ છે, કે જે ભવ્ય જીવને જ્ઞાન દર્શનાદિ શ્રીની–લકમીની સિદ્ધિને (લાભને) આપનાર હોવાથી અથવા એ ગિરિની ઉપર અનન્ત છ સિદ્ધિપદ પામેલ હેવાથી અર્થાત્ સિદ્ધ થયેલા હોવાથી શ્રોતિરિ એવું બીજું નામ છે, તે શ્રી સિદ્ધગિરિ તીર્થાધિરાજને હું સદાકાળ પ્રણામ કરું છું કે જે તીર્થાધિરાજની ભૂમિમાં એનન્ત ભવ્ય જીવે ભૂતકાળમાં સિદ્ધિપદને પામ્યા છે, અને ભવિષ્યકાળમાં પણ અનન્ત ભવ્ય સિદ્ધિપદને પામશે. અને વર્તમાનકાળમાં ભરત ક્ષેત્રવતી અનેક ભવ્ય તીર્થારાધન કરીને પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કરીને પરભવમાં સદ્ગતિ પ્રાપ્ત કરે છે. (અને ઉત્કૃષ્ટ આરાધક કઈ મહાવિદેહમાં જન્મી મુક્તિપદ પણ પ્રાપ્ત કરી શકે છે. ) દા
અવક–સિદ્ધગિરિના સજીવન કુટની બીના બે ગાથામાં જણાવે છે – पंचसजीवणकूडा-विजापाहुडपसत्यम्मि ।। वुत्ता गणनाहेहि-नामाइ इमाइ एएसि ॥ ७ ॥