________________
પણ ખરી રીતે તેમ નથી. મુખ્ય સ્વરૂપે જે અંજનશલાકા વિધાન તે પ્રતિષ્ઠા કહેવાય છે. આરોપ કરવા રૂપ વ્યવહાર દૃષ્ટિએ અંજનશલાકા વિનાનું વિધાન પણું પ્રતિષ્ઠા કહેવાય છે એમ જાણવું. ૫ ૧૧૫ છે
પહેલી અંજનશલાકાનું વર્ણન ૨૧ ગાથામાં જણાવે છે– मुरीहिं पुव्वेहिं-जह कहिया तह सुहंजणसलाया ।। सिरिनेमिसूरिगुरुणा-विहिया विहिणा कयंबम्मि ॥११६॥ मुहसुकतेरसीए-माहे जाओ महुस्सवारंभो ॥ । बावीसवासरंते-फग्गुणसियपंचमीनिट्ठो ।।११७॥ मंगलठवणा मंगल-दीवसमोसरणपमुहसंठवणा ।। कुंभट्ठावणकिरिया-जववारारोवणाइ तहा ॥११८॥
સ્પષ્ટાર્થ–પૂર્વાચાર્યોએ શાસ્ત્રોમાં જે વિધિએ પ્રભુપ્રતિમાઓની અંજનશલાકા કરવાની કહી છે તે શાસ્ત્રવિધિ પ્રમાણે ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરે શ્રીકદંબગિરિને વિષે કદંબવિહાર વિગેરેની પ્રતિષ્ઠા અથવા અંજનશલાકા કરી. તે ૧૧૬ છે
અંજનશલાકાને ૨૨ દિવસને મહત્સવ–
૧૯૮૯ ના વિક્રમ સંવત્સરને માઘ માસની શુભ-ઉત્તમ એવી શુકલ પક્ષની તેરસથી અંજન શલાકાને મહાન ઉત્સવ શરૂ થયે અને બાવીસ દિવસ સુધી ચાલુ રહી ફાગણ સુદ પાંચમને દિવસે એ મહોત્સવ સમાપ્ત થશે. ૧૧૭ છે
બાવીસ દિવસના એજનશલાકા મહત્સવ પ્રસંગે થયેલ વિધિવિધાન જણાવે છે–