________________
૧૨૦.
સ્તાનમાં આજે અમદાવાદ એ જૈનપુરીના ઉપનામથી અથવા બહુમાનવાળા નામથી પ્રસિદ્ધ છે, તેથી એવી પ્રશસ્ત પ્રસિદ્ધિવાળા રાજનગરમાં-અમદાવાદ માં શ્રી જૈનશાસન રૂપી ગગનમંડલને શોભાવવામાં અથવા પ્રકાશિત કરવામાં સૂર્ય સરખા તપગચ્છનાયક આચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરના ચરણકિંકર શિષ્યાણ વિજય પદ્રસૂરિએ આ શ્રીબહકદંબગિરિ કલપ નામ ગ્રન્થ બનાવ્યા | ૧૭૫–૧૭૬ છે ગ્રન્થકાર છેવટની ભાવના જણાવીને ગ્રંથને પુરી કરે છે – विहकप्परयणजोगा-ज लद्धं पुण्णमित्थ तेण सया ॥ मव्वा लहंतु सिद्धि-कयंबमत्ती मिलउ सययं ॥१७७॥
સ્પષ્ટાર્થ-આ શ્રીકદંબગિરિ બૃહત્કલ્પ ગ્રન્થની રચના કરવાથી અહિં -આ ભવમાં મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તે પુણ્યાનુબંધી પુણ્યના ફલરૂપે હું એજ ચાહું છુ
૧ મુક્તિના આશયથી કરાતું કોઈ પણ ધર્માનુષ્ઠાન પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરાવી પર્યન્ત કર્મની સર્વથા નિર્જરા કરાવનારું થાય છે, અને તેથી મેક્ષ પદની પ્રાપ્તિ અવશ્ય થાય છે. અહિં પુણ્ય બે પ્રકારનાં છે. પાપાનુબંધી પુણ્ય અને પુણ્યાનુબંધી પુણ્ય. ત્યાં જે જે શુભ અનુષ્ઠાનો આ લેક અને પરલેકના સુખની ઈચ્છાએ કરવામાં આવે તે શુભ અનુષ્ઠાનેથી પાપાનુબંધી પુણ્ય બંધાય છે કે જે પુણ્યથી આ લેક પરલોકનાં સુખ તો અવશ્ય મળે પરંતુ એ સુખ એવાં હોય છે કે જે સુખ ભોગવતાં ધાર્મિક ભાવના વધતી નથી, પરંતુ તે સુખમાં રાચવા માચવાપણું થાય છે અને તેથી તેવા પ્રકારના છો અનેક પાપ