Book Title: Karpurprakar Ane Kadambgiri Bruhatkalp
Author(s): Vijaypadmasuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 723
________________ ૧૧૮ માર્ગ દેખાડવા માટે નથી, પરંતુ શ્રીકદંબ ગિરિરાજ મહાતીર્થની ભક્તિની પ્રેરણાથી જ મેં આ ગ્રંથ બનાવ્યો છે. અને મહાનિર્મલ જ્ઞાની પુરૂષે તે દરેકને એજ સદુપદેશ આપે છે કે સાવિત થતીએટલે શુભ કાર્યમાં દરેક સજજને યથાશક્તિ પ્રયત્ન કરે. એ વચન પ્રમાણે મારા આ પ્રયત્ન પણ યથાશક્તિ સ્વરોપકારમય શુભકાર્યને ઉદ્દેશીને જ થયો છે કે ૧૭૨ છે ગ્રંથકાર ગુરૂ દેવાદિને પ્રસાદ ચાહે છે – सिरिनेमिवीरपहुणो-मंगलधम्मा सया पसीयंतु ॥ पुज्जा सम्वेऽवि तहा-तित्था हिट्ठायगा देवा ॥१७३॥ સ્પષ્ટાથ–મારા ગુરૂદેવ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા વર્તમાન શાસનના નાયક ધર્મવીર હયાવીર સમતા ક્ષમાદિ ગુણરત્નનિષાન-પરમ પૂજય શ્રી વીરપ્રભુ તથા સર્વ પૂજ્ય પુરૂષ એટલે શ્રીસુધમાંસ્વામી ગણધરથી પ્રારંભીને આજ સુધીની પરંપરામાં થયેલા શાસન પ્રભાવિક પર્વાચાર્યો તથા તીર્થના અધિષ્ઠાયક દેવ દેવીઓ એ સર્વ મંગલ કરવાના સ્વભાવવાળા એટલે સકલ વિનેને હઠાવી ઋદ્ધિ વૃદ્ધિ કરનારા છે તેઓ મારી ઉપર હમેશાં પ્રસન્ન થાઓ, કે જે સર્વની પ્રસન્નતા વડે ભક્તિથી રચેલે આ કદંબ ગિરિ બૃહત્કલ્પ ગ્રંથ શાસનના પર્યન્ત સુધી વિજયવંત વર્તે, તેથીજ ભાવિક ને ભક્તિવાળા જને વચ્ચે વિચારે અને શ્રીકદંબગિરિરાજની ભકિતમાં નિરન્તર ઉજમાલ રહે. મે ૧૭૩ છે આ ગ્રંથ રચનામાં સહાયક મહાપુરૂષને નામનિર્દેશ સમરણ વિગેરે બીના જણાવે છે –

Loading...

Page Navigation
1 ... 721 722 723 724 725 726 727 728