________________
૧૧૭
એટલે પ્રાચીન શાસ્ત્રોમાં (શ્રી શત્રુંજય મહાસ્ય આદિ પૂર્વ મહાપુરૂષનાં બનાવેલાં શાલામાં) જ્યાં શ્રીકદંબ ગિરિરાજનું સ્વરૂપ કહ્યું છે તેમાંથી સાર સાર ગ્રહણ કરીને આ શ્રીકઈબ ગિરિના માહાભ્યને દર્શાવનાર “પ્રીકદંબ ગિરિબૃહત્ક૯૫” નામને ગ્રન્થ પ્રાકૃત ભાષામાં રચે છે. તથા મારા શ્રી કદંબગિરિ પ્રત્યે અત્યંત ભક્તિવાળા એવા પરમ પૂજ્ય પર પકારી જે શ્રીગુરૂ મહારાજે (એટલે જૈનાચાર્ય શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરે) મને અત્યન્ત આનન્દ આપનારી એવી આ ગ્રન્થ રચનાની આજ્ઞા આપી તે શ્રી ગુરૂ મહારાજના પ્રસાદથી મેં આ ગ્રન્થની રચના કરી છે. તે ૧૭૦-૧૭૧ છે
ગ્રન્થકાર ગ્રન્થ રચનામાં ભૂલચૂક થઈ હોય, તેની માફી માગે છે –
इह मे जं विवरीयं-कहियं होज्जणुवओगभावेणं ॥ खामेमि सुद्धभावा-जत्तो मे तित्थभत्तीए ॥ १७२ ॥
સ્પષ્ટાથ– આ શ્રીકદંબગિરિ બહકલ્પ નામના ગ્રન્થમાં કદાચિત ઉપગના અભાવે (એટલે ઉપગની શૂન્યતાએ) મારાથી કંઈ વિપરીત કથન થઈ ગયું હોય અર્થાત્ કંઈ ભૂલ ચૂક થઈ હોય તો તેને હું શુદ્ધ ભાવથી એટલે નિરાગ્રહપણે મારા હૃદયની નિર્મળતાથી ખમાવું છું અથાત તે ભૂલ ચૂકની પરમ કૃપાળુ સજજને-વિદ્વાનની આગળ તેમજ શ્રી જિનાગમના મહા જ્ઞાની પુરૂષની આગળ ક્ષમા માગું છે, અને મને દઢ શ્રદ્ધા છે કે તે વિદ્વાને મારી ક્ષમા રવીકારીને મારી અલ્પજ્ઞની ભૂલ ચૂક અવશ્ય સુધારી લેશે. કારણ કે આ ગ્રન્થ રચવાને માટે પ્રયત્ન કેઈને વિપરીત