________________
ત્યાર બાદ એજ રૂચક પર્વતની ઉપર ચાર દિશામાં રહેલા એકેક શિખરની ઉપર રહેનારી ચિત્રા ચિત્રકનકા શરા સૌદામિની એ નામવાળી ચાર દેવીઓ ત્યાંથી આવીને પ્રભુની ચારે વિદિશામાં હાથમાં એકેક દીવી લઈને ગાયન ગાતી ઉભી રહે છે.
ત્તિ વિવિશ ની ૮ વિના / ત્યાર બાદ રૂચક દ્વીપના મધ્યમાં ભૂમી ઉપર રહેલાં ચ ર દિશાનાં ચાર શિખરો ઉપર રહેનારી રૂપા રૂપાસકા સુરૂપ રૂપકાવતી એ મધ્યમ રૂચવાસી ૪ દેવીઓ ત્યાંથી સર્વ ઋદ્ધિ સહિત આવીને ઝ અંગુલ સિવાયનું પ્રભુનું નાળ છેદીને (કાપી લઇને) ભૂમીની અંદર દાટી તે ખાડો રત્નોથી પૂરી દઈ તેના ઉપર પીઠિકા (ઓટલે અથવા ચેતરે) બંધાવી તેના ઉપર કો-દુર્વા નામનું ઘાસ વાવે છે જેથી પ્રભુનાજે અંગના અવયવ રૂપ એ નાલની પણ આશાતના ન થાય. ત્યાર બાદ એ દેવીએ પશ્ચિમ દિશામાં કેળનાં ૩ ઘર બનાવી તેમાં એક ચતુશાલ બનાવી ચાર પ્રશાલીવાળું એકેક ઘર બનાવી તે ઘરના મધ્ય ભાગમાં એક સિંહાસન ગોઠવે છે, ત્યાર બાદ હાથના સંપુટમાં તે દેવીઓ પ્રભુને લઈને અને પ્રભુની માતાને હાથ ઝાલીને પ્રથમ દક્ષિણ દિશાને કેળચહમાં સિંહાસન પર પ્રભુની માતાને બેસાડી માતાને અને પ્રભુને લક્ષપાક તૈલ વિગેરે શરીરે ચળે છે, ત્યાંથી પુનઃ પૂર્વ દિશાના કદલી ગૃહમાં લઈ જઈને પ્રભુ સહિત માતાને સિંહાસન ઉપર બેસાડી સુગધી જળ પુષ્યજળ અને શુદ્ધ જળ વડે સ્નાન કરાવીને શરીર લૂછી વસ્ત્રાભૂષણ પહેરાવી ઉત્તરદિશાના કદલીગૃહમાં લઈ જાય છે, ત્યાં પણ પ્રભુ સહિત માતાને સિંહાસન પર બેસાડી અને માતાના ખોળામાં પ્રભુને બેસાડી પિતાના સેવક દેવ પાસે ગશીર્ષ ચંદનનાં કાષ્ટ મંગાવી અરણના કાષ્ટથી નવ અગ્નિ ઉત્પન્ન કરી ચંદનનાં પાતળા છેડીયાંથી અગ્નિને પ્રદીપ્ત કરી તેમાં ચંદનાં કાષ્ટ હામીને બળી રાખ થઈ જાય ત્યારે તે