________________
છે, પરંતુ એ દરેક શાશ્વત પ્રતિમાનું જુદું જુદું નામ નથી, તેમજ એ પ્રતિમાઓ ચારે નિકાયના દેવેના ભવનમાં આવામાં ને વિમાનમાં છે, તેમજ તીચ્છી લેકના કેટલાક પર્વતે ઉપર અને દ્વીપ વિગેરે સ્થાને છે. તે પ્રતિમાઓ કોઈ કારીગરની જડેલી નથી, પરન્તુ અનાદિ કાળથી શાશ્વતી (કાયમ રહેનારી) છે, તેમજ એ પ્રતિમાઓને ભવિષ્યમાં કોઈ કાળે વિનાશ પણ થવાને નથી, એટલું જ નહિં પરંતુ કોઈ અવયવ પણ ખંડિત થયે નથી થતું નથી ને થવાનું નથી, તેમજ જેટલા પ્રમાણવાળી છે તેટલા પ્રમાણમાંથી સહેજ પણ ઓછીવતો થઈ નથી થવાની નથી એને થશે નહિં. પરન્તુ જેવી છે તેવી ને તેવી ત્રણે કાળમાં એક સરખી જ રહેવાની છે, માટે એ પ્રતિમાઓ શાશ્વત કહેવાય છે અને આપણે અત્યારે જે દેહરાસરમાં પ્રતિમાજીને વંદનાદિ કરીએ છીએ તે કારીગરોની ઘડેલી છે, તેથી ભૂતકાળમાં નહાતી વર્તમાનકાળમાં છે ને ભવિષ્યકાળમાં થોડાં વર્ષો વીત્યા બાદ નાશ પામશે, માટેએ કૃત્રિમ પ્રતિમાઓ તે અશાશ્વત પ્રતિમાઓ કહેવાય અને એ અશાયત પ્રતિમાઓનાં નામ જે જે કાળમાં જે જે તીર્થકર પ્રભુનાં નામ હોય તે તે જૂદા જૂદા નામવાળી હોય છે, અને શાશ્વત પ્રતિમાઓ તે પૂર્વે જણાવેલા શ્રી કષભ વિગેરે ચાર નામ સિવાય પાંચમાં નામવાળી કેઈ નથી અને એ શાશ્વત પ્રતિમાઓને દેવે વિદ્યાધરે ને લધિવત મનુષ્યજ ત્યાં જઈને વંદન પૂજન કરે છે. એવી એ ચાર નામવાળી પ્રતિમાઓ પણ કદંબવિહારની આસપાસની દેરીઓમાં સ્થાપિત કરી