________________
૮૯ છે તેમને હું વંદન કરું છું. તથા જે ગણધરના નામથી આ તીર્થનું કદંબગિરિ એવું નામ પ્રસિદ્ધ થયું છે તે ગઈ ચાવીસીના છેલા શ્રીસંપ્રતિ નામના તીર્થંકરના ગણધર શ્રી કદંબ ગણધર અથવા મતાંતર પ્રમાણે એટલે શ્રી સિદ્ધાચલના ૨૧ મા ખમાસમણુમાં કહ્યા મુજબ ગઈ ચોવીસીના બીજા શ્રીનિવણ નામના તીર્થકરના પણ શ્રીકદંબ નામે ગણધર તથા આ વીસીના પ્રથમ તીર્થકરના ( બીઆદીશ્વર પ્રભુના) શ્રી પુંડરિક ગણધર તથા શ્રીનાભ નામના ગણધર કે જેમણે યાત્રા માટે આવેલ ભરત ચક્રવર્તીએ આ તીર્થને મહિમા પૂછતાં શ્રી કદંબગિરિને મહિમા સંભળાએ હતે તે ત્રણે ગણધરની પ્રતિમાઓ અહિં સ્થાપિત કરી છે, તેથી ત્રણે ગણધર ભગવંતને અથવા તેમની પ્રતિમાઓને હું વંદન કરું છું. તેમજ આ કદંબવિહારમાં મૂળનાયક તરીકે પ્રતિષ્ઠિત કરેલા શ્રી મહાવીર ભગવંતના પ્રથમ ગણધર શ્રી ગૌતમ ગણધર અને પાંચમાં ગણધર શ્રીસુધમ સ્વામી તેમની તથા બીજા ગણધરની પ્રતિમાઓ પણ સ્થાપિત કરી છે તેથી શ્રી વીર પ્રભુના અગીઆર ગણધર ભગવતેને પણ હું વંદન કરૂં છું.
અહિં ૧૧ ગણધરેમાં ફક્ત બે ગણધરનું નામ દર્શાવવાનું કારણ કે શ્રી ગૌતમસ્વામી પહેલા ગણધર છે અને શાસનની ચાલુ પરંપરા થી સુધર્મા ગણધરની છે માટે એ બે ગણધર ભગવંતને નામ ગ્રહણ કરવા પૂર્વક (તેમનું નામ લઈને) વંદન કર્યું છે. ૧૩૮ છે
તથા પ્રાચીન કાળમાં થઈ ગયેલા મહાપ્રભાવિક પૂર્વાચાર્ય વિગેરે મહાપુરૂષની પણ જે ભવ્ય પ્રતિમાઓ