________________
इकारसीवरदिणा-चित्तासियपक्खया समारंभो॥ पवरुस्सवस्स जाओ-सत्तरसदिणावही रम्मो ॥१४६॥
સ્પષ્ટાર્થ–સંવત ૧૪ના વિક્રમ સંવત્સરની ચિત્ર માસની વદી પક્ષની ઉત્તમ અગીઆરસના દિવસથી પ્રારંભીને (માંડીને શ્રી આદીશ્વર વિહારની ઉત્તમ અંજન શલાકા રૂપ પ્રતિષ્ઠાના નિમિત્તે અતિ શ્રેષ્ઠ મહત્સવને આરંભ થયો, અને તે અતિ ઉત્તમ અદાઈ મહોત્સવ ૧૭(સત્તર) દિવસ સુધી ચાલ્યો. એટલે ચૈત્ર વદી ૧૧થી વૈશાખ સુદ તેરસ સુધી અંજન શલાકા અઢાઈ મહોત્સવ ચાલ્યો હતે. ૧૪૯ છે
૧૭ દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં અનુક્રમે થયેલ મંગલ ક્રિયાઓની બીના જણાવે છે –
कुंभट्ठवणाइकयं-पढमदिणे सूरिमंतवरविहिणा ॥ साहम्मियवच्छल्लं-विहियं माणेकचंदेणं ॥१४७॥
સ્પષ્ટાથ–એ સત્તર દિવસના પ્રતિષ્ઠા મહોત્સવમાં પહેલે દિવસે એટલે ચૈત્ર વદ અગીઆરસને દિવસે સૂરિમંત્રની ઉત્તમ વિધિ વડે કુંભસ્થાપન વગેરે ક્રિયા થઈ અને તે દિવસે ભાવનગરનિવાસી શા. માણેકચંદ જેચંદભાઈ તરફથી સ્વાધ પીવાત્સલ્ય થયું એટલે શ્રીસંઘને જમાડવા રૂપ નેકારશી થઈ હતી. જે ૧૪૭ છે
૧ આ શેઠને વિશેષ પરિચય આત્માનંદ સભાએ છપાવેલ શ્રી મહાવીર ચરિત્રના ભાષાંતરની પ્રસ્તાવનામાં સભાના સેક્રેટરી શા. વલભદાસે કરાવે છે. તેમાં તેમણે ઉદારતાથી કયા કયા ધાર્મિક કાર્યોમાં સ્વલક્ષ્મીને સદુપયોગ કર્યો વિગેરે બીના જણાવી છે. ભાવનગરની જૈન અગ્રગણ્ય વ્યક્તિઓમાં તે ગણવા લાયક છે. '