________________
૧૧૩
પૂર્વક નહિં સ્પર્શતા હોવાથી તેઓ કદી પણ કાર્ય સિદ્ધિ ને અથવા મુકિતને પામી શક્તા નથી. ૧૬૪
કદંબવિહારમાં પ્રતિષ્ઠિત વીર પ્રભુને વન્દન કરે છે – दुरियतिमिररवितुल्लं-चोयहिश्यणिनाहमुहकमलं ।। वज्जकयंबविहारे-वंदे सिरिसासणाहीसं ॥ १६५ ॥
સ્પષ્ટાર્થ-અતિ ઉત્તમ એવા આ શ્રીકદંબવિહારમાં (એટલે ગિરિની નીચે રહેલા શ્રી મહાવીર સ્વામીના દેહરાસરમાં) પાપ રૂપ અંધકારના સમૂહને નાશ કરવામાં સૂર્ય સરખા, અને મોક્ષ પ્રાપ્તિને અનુકૂળ એવા શુભ ભાવ ( શુભ અધ્યવસાય-પરિણામ) રૂપી સમુદ્રને ઉલ્લાસ પમાડવામાં ચદ્ર સરખું જેનું મુખરૂપી કમળ છે એવા વર્તમાન શાસ. નના અધીકવર–નાયક શ્રી મહાવીરસ્વામી પ્રભુ પ્રતિષ્ઠિત છે તેમને હું વન્દન કરું છું. ૧૬૫
ગ્રંથકાર શ્રી વીર પ્રભુને વંદન કરવાની પ્રેરણા કરે છે– तिकालं मुहविहिणा-कप्पलयब्भहियभब्वमाहप्पं ।। वीरं नमंतु भविया!-पसमगुणालंकियं धोरं ।।१६६॥
પાથ–તથા કહ૫લતાથી પણ અત્યંત મનેહર અથવા અતિશય ઉત્તમ માહાત્મવાળા તથા અત્યંત શાન્તિ ગુણ વડે અલંકૃત અને ધીર એવા શ્રી વીર પ્રભુ કે જે કદંબ વિહારમાં બિરાજમાન છે તેમને હે ભવ્ય છો! તમે શુભ વિધિ પૂર્વક એટલે મન વચન કાયાની એકાગ્રતા રૂ૫ શુભ પ્રણિધાનથી આ ભવ પરભવના પૌગલિક સુખની ચાહના રૂપ નિયાણુ રહિત કેવળ મેક્ષ સુખની ઈચ્છાથી જ નમસકાર કરો, કારણ કે કવલ્લી