________________
૧૦૪
માટે આ શ્રીમગિરિની આરાધના જરૂર કરવી જોઈએ. કારણ કે શ્રીકદંબગિરિની સેવાથી સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે, અને તે સમ્યગદર્શનથી સજ્ઞાન પ્રાપ્ત થાય છે, તે સજ્ઞાનથી ઉત્તમ ચારિત્રની પ્રાપ્તિ થાય છે, અને ચારિત્રથી અને મોક્ષપદ પ્રાપ્ત થાય છે. આ રીતે આ ગિરિરાજ મેક્ષ માર્ગને સાધવા માટે અતિ કુશળ સાધન છે. તેમજ આ તીર્થ પરમ અદ્દભુત મહિમાવાળું છે એટલે અત્યંત આશ્ચર્ય કારી મહિમાવાળું છે, કારણ કે આ તીર્થમાંની વનસ્પતિઓ અતિ પ્રભાવશાલી છે, અને તીર્થની સેવા પણ પરમ કલ્યાણ આપનારી હોવાથી અતિ આશ્ચર્યકારી છે, માટે આ તીર્થને અદભુત મહિમા છે એમ સમજવું. ૧૬૨ ૫
આ તીર્થની સેવા કર્મને નાશ કરનારી શુભ ભાવનાને ઉત્પન્ન કરનારી છે એ બીના જણાવે છે– *. વા વંધણી-હાંતિ સયા માવIgati |
कम्मुम्मूलणदक्खो-सुहमावो तित्थभूमीए ॥१६३॥
સ્પષ્ટાર્થ– અનાદિ કાળથી જીવોને કર્મને બંધસંબંધ થયા કરે છે. તેમજ ભવ્ય જીને કર્મને મોક્ષ પણ થાય છે એટલે તેઓ સર્વથા કમરહિત પણ થાય છે. અને મક્ષ તે હમેશાં ભાવનાને અનુસરે હોય છે, એટલે જીવના મનપરિણામને અનુસારે થાય છે, કારણ કે જે અશુભ ભાવનામાં જીવ વતે તે વિવિધ કર્મ બંધ થાય છે અને શુભ ભાવમાં વતે તે વિવિધ કર્મને મેક્ષ (ક્ષય) થાય છે તેથી કમેને સર્વથા નાશ કરવામાં અત્યંત કુશળ એ શુભ ભાવ આવા પ્રકારની તીર્થભૂમિમાં થાય છે. અહિં