________________
સ્પષ્ટાથ–અતિ શ્રેષ્ઠ શ્રીકદંબવિહાર નામના મુખ્ય દેરાસરમાં મધ્યવતી દેવછંદામાં રહેલા વર્તમાન શાસનના અધિપતિ શ્રી મહાવીર સ્વામી પ્રભુને નમસ્કાર કરું છું, તથા ત્રણ ચોવીસીના (અતીત ઉત્સપિલીમાં થયેલા ૨૪ ભગવાન, વર્તમાન અવસર્પિણીના ત્રીજા ચેથા આરામાં થયેલા ૨૪ ભગવાન અને ભવિષ્યમાં આવતી ઉત્સર્પિણના ત્રીજા ચોથા આરામાં થનારા ૨૪ ભગવાન એ પ્રમાણે ત્રણ ચાવીસીના ૭૨) ભગવંતેને નમસ્કાર કરું છું, તથા વીસ વિહરમાન ભગવે તેને એટલે ૫ ભરતક્ષેત્ર ને ૫ અરવત ક્ષેત્રમાં તે અત્યારે અવસર્પિણને પાંચમો આરે દુખમ નામે વતે છે, તે વખતે એકે ભગવાન વિદ્યમાન હતા નથી પરતુ ૫ મહાવિદેહ ક્ષેત્રમાં તે અત્યારે પણ એકેક મહાવિદેહમાં ચાર ચાર મળી વીસ તીર્થંકર ભગવાન વિચરે છે, અને ત્યાંના ભવ્ય જીને દેશના આપી પોપકાર કરી રહ્યા છે. તે વીસ વિહરમાન તીર્થકર ભગવંતની ૨૦ પ્રતિમાઓ અહિં શ્રીકદંબવિહારની આસપાસની દેહરીઓમાં સ્થાપિત કરી છે તે પ્રતિમાઓને અથવા તે વીસ વિહરમાન ભગવંતને પણ હું વદન કરું છું ! ૧૩૭ છે
તથા ચાર નામવાળા શાશ્વતા તીર્થકર પ્રભુને હું વંદન કરું છું. એમાં ( ૧ ) શ્રી ઋષભ પ્રભુ ( ૨ ) શ્રીચંદ્રાનન પ્રભુ ( ૩ ) શ્રી વારિષેણ પ્રભુ અને (૪) શ્રી વર્ધમાન પ્રભુ એ ચાર નામવાળી શાશ્વત પ્રતિમાઓ જગચિંતામણી ચૈત્યવંદનમાં કથા પ્રમાણે ૧૫૪૨૫૮૩૬૦૮૦ પ્રતિમાઓ [પંદરસે બેંતાલીસ કોડ, અઠ્ઠાવન લાખ છત્રીસ હજાર એંસી એટલી શાશ્વત પ્રતિમાઓ] ત્રણ લેકમાં સર્વ મળીને છે, તે સર્વ ઉપર કહેલા ૪નામવાળી