________________
તવર દ્વીપ છે, તેને ફરતે ૨૦૪૮ લાખ જન પ્રમાણ વિસ્તારવાળો છો વૃતવર સમુદ્ર છે, તેને ફરતે ૪૦૯૬ લાખ
જન પ્રમાણવાળે સાતમે ઈક્યુલર દ્વીપ છે. તેને ફરતે ૮૧૨ લાખ યોજન પ્રમાણ વિસ્તારવાળે સાતમે ઇસુવર સમુદ્ર છે, તેને ફરતે ૧૬૩૮૪ લાખ યેાજન પ્રમાણ વિસ્તાર વાળ મા નંદીશ્વર દ્વીપ નામને દ્વીપ છે.
વલય સરખી ગોળ આકૃતિવાળા આ નદીશ્વર દ્વીપમાં ચાર દિશાએ શ્યામ વર્ણના રત્નમય ૪ અંજનગિરિ પર્વતે ભૂમિથી ૮૪૦૦૦ એજન ઉંચા છે. તે ભૂમિમાં ૧૦૦૦ પેજના દટાયેલા છે, ભૂમિસ્થાને એટલે મૂળમાં ૧૦૦૦૦ યોજન વિસ્તારવાળા છે. ( મતાન્તરે ભૂમિતલસ્થાને ૯૪૦૦ થાજન વિસ્તારવાળા છે). ત્યાં પૂર્વ દિશામાં દેવરમણ નામને અંજનગિરિ છે. દક્ષિણ દિશામાં નિત્યદ્યોત નામને અંજનગિરિ છે, પશ્ચિમ દિશામાં સ્વયંપ્રભ અને ઉત્તર દિશામાં રમણ્યક નામે અંજનગિરિ છે. એ ચારે અંજનગિરિથી લાખ લાખ ચેાજન દૂર દકિની ચારે દિશામાં લાખ જન લાંબી ને લાખ જન પહોળી ચાર ચાર મેટ વાપીકાઓ (વાવડીઓ) છે, જેથી ૧૬ વાવ છે. તે દરેક વાવડી ૧૦ એજન ઉંડી છે. (મતાન્તરે ૧૦૦૦ એજન ઉંડી કહી છે.) વળી મતાન્તરે વિરતારમાં ૫૦ હજાર યોજન પણ કહી છે). એ વાવડીઓની ચારે દિશાએ રત્નનાં તેરણવાળા ત્રિપાન છે એટલે ખુલા દ્વારા સહિત પગથીના ચઢાવ છે. એ ૧૬ વાવમાંની દરેક વાવની ચારે દિશાએ લાખ યોજન લાંબાં ને. ૫૦૦ એજન પહેલાં ચાર ચાર વન છે. તે પૂર્વ દિશામાં