________________
સ્પષ્ટાર્થ–એ કદંબવિહારમાં ફરતી દેહરીઓમાં પ્રતિષ્ઠિત કરેલ જે અતીત વીસીમાં થઈ ગયેલા, વર્તમાન ચાવીસીમાં થયેલા અને આવતી ચોવીસીમાં થનારા જિનેશ્વરને એટલે ત્રણ વીસીઓને તથા શ્રીવાસ વિહરમાન ભગવતેને તેમજ પ્રતિષ્ઠિત કરેલ શ્રી ગણધરોની પ્રતિમાઓને અને પ્રાચીન પૂર્વાચાર્યોની પ્રતિભાઓને બહુ માનથી ભક્તિપૂર્વક વંદના કરું છું. જે ૧૧૦ છે
શ્રી વિહારની પહેલી અંજનશલાકાનું ટુંક વર્ણન બે ગાથામાં જણાવે છે – गंदगयंकिंदुमिए-वरिसे सियपक्खफग्गुणे मासे ॥ उत्तमबिइयदियहे-विसिष्ठजोगाइपरिकलिए ॥११॥ सिरिनेमिसूरिगुरुणा-सयगपणगमाणमव्वबिंबाणं ॥ पवयणभासियविहिणा-विहिया विमलंजणसलाया ॥११२॥
પટ્ટાથ-સર્વ દેહરીઓ વિગેરે કાર્ય સમાપ્ત થયા બાદ વિક્રમ સંવત ૧૯૮૯ ના શુભ વર્ષે ફાગણ માસના સુદી પક્ષમાં ઉત્તમ એવી બીજ તિથિના દિવસે એટલે ફાગણ સુદી બીજને દિવસે રાજગકુમારગ ઈત્યાદિમાંના ઉત્તમ રોગ ઉત્તમ વાર ઉત્તમ નક્ષત્ર ઉત્તમ કરણ અને ઉત્તમ ચંદ્ર લગ્ન વિગેરે યોગે વર્તતી વખતે શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી ગુરૂવયે પાંચસે ભવ્ય જિન પ્રતિમાઓની શાસ્ત્રમાં કહેલ વિધિ વિધાન પ્રમાણે શુદ્ધ અંજનશલાકા રૂપ પ્રતિષ્ઠા કરી (આ પ્રતિમાઓ પ્રાચીન નહતી પરંતુ જયપુર આદિ • નગરોમાં ઉત્તમ શિલ્પીઓ પાસે તદ્દન નવી પ્રતિમાઓ