________________
શ્રી કદંબગિરિ એવું આ તીર્થનું (થા સજીવન કૂટનું) નામ પ્રસિદ્ધ થયું. ૨૦ છે.
અવતરુ–ગત ઉત્સર્પિણીમાં શ્રીનિર્વાણ જિનના લખ ગણધરથી પણ કંદબગિરિ નામ તેમજ બીજી રીતે પણ આ તીર્થનું કંદબગિરિ નામ પ્રસિદ્ધ થયું તે આ પ્રમાણે
ગઈ ચાવીસીમાં શ્રી નિર્વાણનિન નામના બીજા તીર્થકર થયા, તેમને કદંબ નામના ગણધર હતા. એ ૨૧ છે શ્રીનિવણી પ્રભુના ઉપદેશ વચનથી તે ગણધર આ તોથ પર આવી ચિત્તના અતિ ઉલ્લાસ સહિત અનશન તપ આદરીને આ તીર્થ પર મુક્તિપદ પામ્યા તે કારણથી પણ આ તીર્થનું વારંવાર એ નામ પ્રસિદ્ધ થયું. એ પ્રમાણે પણ બીજા ગ્રન્થમાં કહ્યું છે [તાત્પર્ય એ છે કે–વિદ્યાપ્રાભૂત શાસ્ત્રમાં એમ કહ્યું છે કે ગઈ ચોવીશીના છેલા તીર્થકરના કદંબ ગણધર મોક્ષે જવાથી આ તીર્થનું કદંબગિરિ નામ પડયું, અને અન્ય શાસ્ત્રમાં એમ કહ્યું છે કે એજ ચોવીસીના બીજા તીર્થકરના ક બ ગણધર મોક્ષે જવાથી કબગિરિ નામ પડયું. એ પ્રમાણે કદંબગિરિ નામની પ્રસિદ્ધિ બે રીતે કહી છે. ] છે ૨૨ છે
તીર્થભૂમિમાં વતતી ઓષધિઓ વગેરે જણાવે છે– - વળી આ કદંબગિરિ તીર્થમાં વિશિષ્ટ પ્રકારની દિવ્ય
ઔષધિઓ (એટલે અનેક પ્રકારની ચમત્કારી વનસ્પતિઓ) ઉત્પન્ન થાય છે કે જે ઓષધિઓ મહાપ્રભાવવાળી છે. અને અનેક પ્રકારનાં ઈષ્ટ કાર્યોની સિદ્ધિ કરનારી છે. નાના પ્રકારના (વિવિધ પ્રકારની રસકૂપિકાઓ પણ આ તીર્થમાં