________________
ગુરૂ મહારાજ સહિત સંધ ધાંગધ્રામાં આવ્યું. चलिओ संघेण समं-गुरुणो सीसप्पसीसपरिवरिया ॥ सिरियांगध्रानयरं-जा विहरता समणुपत्ता ॥८४॥
સ્પષ્ઠાથે–તે સંઘ શ્રીગિરિનારજીની યાત્રા માટે ચાહો, ત્યાં અનુક્રમે એક ગામથી બીજે આમ ચાલતે સંઘ ધાંગધ્રા નગરમાં આવ્યું, તેમાં સંઘ સાથે અનુક્રમે વિહાર કરતા શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવારવાળા શ્રીગુરૂ મહારાજ પણ ધાંગધ્રા નગર પધાર્યા. આ ૮૪ છે
ધાંગધ્રામાં શુરૂ મહારાજને અમદાવાદ પધારવા માટે અમદાવાદના શ્રીસંઘે કરેલી વિનંતિની બીના વિગેરે. सिरिरायनयरसंघो-पुन्धि तत्थागओ विवेगजुओ। उज्जावणाइकज्जे-नियनयरागमणविण्णत्तिं ॥८॥
સ્પષ્ટાર્થ– આ વખતે ધાંગધ્રા નગરમાં અમદાવાદને સંઘ ગુરૂવર્યના પધારવા પહેલાં જ આવ્યું હતું, તે વિવેકવંત એવા અમદાવાદના સંઘે ઉજમણા વિગેરે મોટાં શાસન પ્રભાવનાનાં કાર્યોને અંગે પિતાના નગરે એટલે અમદાવાદ નગરમાં પધારવા વિનંતિ કરી. એ ૮૫ છે
समकासी सिरिगुरुणो-जिणधम्मपहावणाइलाहट्ठ॥ विहरंता तं पत्ता-अंगीकाऊण विण्णत्तिं ॥८६॥
સ્પષ્ટાર્થ–ગુરૂ મહારાજે પણ વિચાર્યું કે અમદાવાદ જવાથી ઉજમણું વિગેરે શાસન પ્રભાવનાનાં બીજાં પણ ઘણાં કાર્યો થવાને સંભવ છે, જેથી તેવાં શાસન પ્રભાવનાના લાભને