________________
પર
સ્પષ્ટાથે–ત્યાર બાદ ગુરૂ મહારાજને માતર તીર્થની. પ્રતિષ્ઠા કરવા માટે શ્રીસંઘની આગ્રહ ભરી વિનંતિ થતાં ગુરૂ મહારાજ માતર તીર્થમાં પધાર્યા, કે જે તીર્થ અમદાવાદ તાબાના ખેડા જીલ્લામાં આવેલ છે, અને ખેડા સ્ટેશનથી સીધા માતર જઈ શકાય છે, ત્યાં શ્રી સુમતિનાથ પ્રભુનું તીર્થ છે, અને જેને વહીવટ–દેખરેખ શ્રેષ્ટિવર્ય મનસુખભાઈ ભગુભાઈના ભાઈ શેઠ જમનાભાઈ ભગુભાઈ રાખે છે, તે તીર્થની પ્રતિષ્ઠા ગુરૂ મહારાજે વિક્રમ સંવત ૧૯૮૪ની સાલમાં કરી. ત્યાર બાદ ત્યાં માતરમાં રહેલા ગુરૂ મહારાજની પાસે પ્રતિષ્ઠા આદિ અનેક શાસન પ્રભાવનાનાં કાર્યને અંગે વિનંતિ કરવા માટે શ્રી સ્તંભન તીર્થને સંઘ એટલે ખંભાત બંદરને શ્રાવક સંઘ આવ્યું, અને ગુરૂ મહારાજને શ્રીસ્તંભન પાર્ધ નાથ પ્રભુની પ્રતિષ્ઠા વિગેરે બીજી અનેક મહત્વનાં કાર્યો માટે વિનયથી નમસ્કાર કરીને તેમણે (ખંભાતના શ્રાવક સંઘે) • વિનંતિ કરી. તે વખતે શ્રીગુરૂ મહારાજ પણ સંઘનું મહા કલ્યાણ છે એમ વિચારી ખંભાતની વિનંતિ અંગીકાર કરીને ખંભાત નગર પધાર્યા. ૮૮-૮૯ છે
શ્રીસ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિષ્ઠા – सुहतिहिसोहणजोगे-थंभणपासाइसव्वपडिमाणं ॥ गुरुणा कया पइट्टा-महुस्सवाइप्पबंधेणं ॥९०॥
સ્પષ્ટાથ-ગુરૂ મહારાજ ખંભાત બંદરે પધાર્યા બાદ ઉત્તમ તિથિ ઉત્તમ વાર ઉત્તમ નક્ષત્ર વિગેરે પંચાંગવતી શુભ રોગમાં એટલે વિ. સં. ૧૯૮૪ માં શ્રીસ્તંભન પાથનાથ પ્રભુની પ્રતિષ્ઠા ઘણા મહેસવ પૂર્વક કરી, અને