________________
૫૩
એજ વખતે બીજી પણ અનેક પ્રતિમાઓની શુભ પ્રતિષ્ઠા કરી, તેમજ કેટલીક તદ્દન નવી પ્રતિમાઓની અંજનશલાકા પૂર્વક પ્રતિષ્ઠા પણ કરી. જે ૯૦ માં
ખંભાતમાંજ ગુરૂ મહારાજનું ચોમાસું અને પાલીતાણાને સંઘ
संघग्गहेण विहिया-चाउम्मासी तहिं पवरगुरुणा ॥ अंते गुरुवएसा-सतुंजयतित्थजत्तठें ।। ९१ ॥. चलिओ संघो तेणं-सह गुरुणो सिद्धखित्तमणुपत्ता ॥ विहियविमलगिरिजत्ता-समागया सिरिकयंबगिरिं॥९२॥
સ્પાર્થ-ઉત્તમ ગુરૂ મહારાજ શ્રીખંભાતના શ્રાવકસંધની આગ્રહ ભરી વિનંતિથી અહીં રહેવાથી શાસનપ્રભાવનાના અનેક લાભ થશે એમ જાણીને ખંભાત નગરમાં વિ. સં. ૧૯૮૪ નું માસ રહ્યા, અને નિર્વિધનપણે વર્ષો ચોમાસુ યતીત થયા બાદ શ્રીગુરૂ મહારાજના સદુપદેશથી વિ. સં. ૧૯૮૫માં માગશર માસમાં શ્રીસિગિરિ તીથની એટલે શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા માટે પટવા તારાચંદ સકલચંદે સંઘ કાઢો, તે સંઘ સાથે વિહાર કરતા કરતા અનુક્રમે સપરિવાર ગુરૂ મહારાજ શ્રીસિદ્ધગિરિજી પધાર્યા, અને ત્યાં શ્રીવિમલાચલ તીર્થની એટલે શ્રી સિદ્ધાગિરિઓની પવિત્ર યાત્રા કરીને ગુરૂ મહારાજ શ્રી અગિરિ તીર્થે પધાર્યા. એમ આગળ જણાવે છે. ૯૧-૯૨ છે
શ્રી કદંબગિરિ સંબંધી પ્રથમ ખરીદાએલી જમીનને અંગે ગુરૂવર્યના મનમાં ઉદભવેલા શુભ વિચારો ૬ ગાથામાં જણાવે છે –