________________
સ્પષ્ટાથે–એ પ્રમાણે આ દwખંડ પ્રમાણ ભરતક્ષેત્રના અધિપતિ ભરત ચક્રવતીએ શ્રીનાભ ગણધર પાસેથી શ્રીકદંબગિરિ તીર્થનું વર્ણવેલું માહાસ્ય સાંભળીને એ તીર્થના " ઉપર (કબગિરિના શિખર ઉપર) ન્યાયથી ઉપાર્જન કરેલા દ્રવ્યવડે મંદિર બંધાવ્યું એમ આગળ જણાવે છે. (સંબંધ ૩૮-૩૯ મી ગાથામાં છે) ૩૭
રમ્ય (મનહર) અને વિશિષ્ટ પ્રકારનાં વૃક્ષો અને લતાએ આદિ વનસ્પતિઓ વડે અત્યંત દીપતા અને પિતાનું આત્મસ્વરૂપ જોવામાં આદર્શ સરખા નિર્મળ - (અર્થાત્ ગિરિની પત્થર ભૂમિ એવી લીસી અને ચકચક્તિ નિર્મળ છે કે જેમાં ફરતા મનુષ્પાદિકનાં પ્રતિબિંબ પણ પડી શકે છે એવી નિર્મળ) ભૂમિવાળા અને રોગી મહા- ત્માઓને ધ્યાન કરવા ગ્ય (અર્થાત્ એ ગિરિમાં એવી એકાન અને શાતિ આપનારી ગુફાઓ છે કે જે ગુફાઓમાં ગીઓ શાંતિપૂર્વક ધ્યાન કરી શકે છે.) છે ૩૮ છે
એવા ઘવાન નામના વનમાં (બગીચા) માં ભરત ચક્ર. વતીએ તે વખતે ભવિષ્યમાં થનારા વીસમા તીર્થકર શ્રી. મહાવીર જિનેશ્વરને પ્રાસાદ બાંધવાને પિતાના વાર્ષકિ રત્નને (શિલ્પી રત્નને) આદેશ આપીને ઈન્દ્રને પણ આનન્દ પમાડે
૧ દક્ષિણને મધ્યખંડ, ૨ દક્ષિણાર્ધને સિંધુ નિષ્કટ ખંડ, ૩ ઉત્તરાર્ધ સિંધુ નિકુટ બંધ, ૪ ઉત્તરાર્થને મધ્યખંડ, ૫ - ઉત્તરાર્ધ ગંગાનિષ્ફટ ખંડ, ૬ દક્ષિણાને ગંગાનિષ્કુટ ખંડ એ ક્રમથી જ ચક્રવર્તી ૬ અંક સાધે છે.