________________
અમદાવાદમાં નગર બહાર હઠીસિંગભાઈની વાડીમાં શ્રીગુરૂએ કરાવેલાં ઉપધાન વિગેરેની બીના ચાર ગાથામાં જણાવે છે–
सरमुणिणिहिंदुवरिसे, अस्सिणमासे य रायनगरमिम ।। चाउम्मासीसंठिय--गुरूवएसा महुल्लासा ॥६१॥ जेणं धम्मिठेणं-बावण्णजिणालओ महारम्मो ॥ निम्मविओ य विसालो-बाहिं रायनयरस्स ॥६२॥
સ્પટાથે–અહીં અમદાવાદમાં શ્રી સંઘના આગ્રહથી ચોમાસુ રહેલા શ્રીગુરૂ મહારાજના ઉપદેશથી સર મુનિ નિધિ ઇન્દુ વર્ષે એટલે ૫-૭-૯-૧ વર્ષ એટલે ૧૯૭૫ના વિક્રમ સંવત્સર વર્ષે આશ્વીન (આસો માસમાં શ્રાવિકા લમીબેને પરમ ઉલાસથી ઉપધાન તપની શરૂઆત કરાવી. એમ આગળ સંબંધ જોડવાનો છે. જે ૬૧ છે
તે ઉપધાન તપશ્ચર્યા કયે સ્થાને થઈ તેની બીના કહે છે- શ્રીરાજનગરની બહાર (અમદાવાદની બહાર દિલ્હી દરવાજા બહાર) જ્યાં અતિ ધર્મિષ્ટ ધર્મપરાયણ શ્રી. હઠીભાઈ શેઠે અતિ વિશાળ અને ઘણું રમણિક બહુજ સુશોભિત એવું બાવન જિનાલયવાળું મોટું દેરાસર બંધાવ્યું છે, કે જે દેહરાસરની આગળ પાછળ દેહરાસરના નિભાવ અથે શેઠ હઠીભાઈએ ઘણી ભૂમિ સમર્પણ કરેલી છે. અહીં વહારની વાણી એ નામે પ્રસિદ્ધ ભૂમિમાં બે મોટી ધર્મશાળા અંદરના ભાગમાં બાંધી છે. એ ઉપરાન્ત વાડીના છેડે મોટું કિઈ મકાન માટે વિશાળ ને લાંબા ઓટલાવાળું બાંધેલું છે. તેમજ અંદર શેવ ભૂમિમાં બગમગીયા વિગેરે કરેલા છે.