________________
છે (જે રસ વડે સુવર્ણસિટિ રજતસિદ્ધિ આદિ ધાતુઓ સિદ્ધ થાય છે, તેમજ આ તીર્થ સુરપાપનું (કલ્પવૃક્ષનું)
સ્થાન છે, અને સુરરત્નનું એટલે દિવ્યરત્નનું પણ સ્થાન છે. (અર્થાત આ તીથની ભૂમિમાં અતિ ઉત્તમ રને પણ ઉત્પન્ન થાય છે) મે ૨૩ છે અધિષ્ઠાયક દેવેને પ્રત્યક્ષ થવાનો મહિમા વગેરે જણાવે છે –
દીપોત્સવી (દીવાલીના) દિવસે ઉત્તમ વારવાળી ઉત્તરાચણમાં અને સૂર્યની સંક્રાંતિના દિવસે જે કઈ મહાત્મા આ ગિરિમાં મંડલ (મન્નમંડલ) સ્થાપે એટલે મંડળી આલેખી મન્ત્રજાપ કરે તેને દેવે પ્રત્યક્ષ થાય છે. આ ૨૪ છે
આ ગિરિનેજ શરણે આવવાને ઉપદેશ વિગેરે બાર શ્લોકમાં જણાવે છે -
नण्णत्थ गईजुत्ता-भव्वा! तुम्हाण बुद्धिकलियाणं ॥ विउलनिही एस गिरी-ओसहिरसकुंडसिद्धीणं ॥ २५ ॥ -
સ્પષ્ટાથ– તે કારણથી હે ભવ્ય જી! બુદ્ધિયુક્ત એવા તમારા જેવાની (તમે જે અત્યંત બુદ્ધિશાળી છે તે તમારી) ગતિ અન્યત્ર બીજે ક્યાંય પણ ન હોઈ શકે, એટલે બીજા અપ્રભાવી તીર્થ કુદેવ કુગુરૂ આદિ સ્થાને ભટકવાની કંઈ પણું જરૂર નથી. પણ તમે આ શ્રી કદંબગિરિ તીર્થને જ શરણે આવે, આ તીર્થ જ તમારી ગતિ (શરણું કરવા લાયક) છે, કારણ કે અનેક ચમત્કારી ઔષધિઓને અનેક ધાતુ સિદ્ધ કરવાના રસનો અનેક પ્રભાવવાળા કુંડેને અને રમણિમા આદિ સિદ્ધિઓને આ તીર્થ ગિરિ વિશાળ નિધિ છે. માટે ખજાને છે. મહાન ભંડાર છે,