________________
કદંબગિરિ ફૂટની બીના સંક્ષેપથી ત્રણ ગાથામાં જણાવે છે –
विमलचमकारडूढं कयंबतित्थाहिरायमहसिहरं॥ सयलाहायलवज्ज-उमयमवहियावहं चंगं ॥ ९ ॥ सिरिसिद्धायलतित्था-सब्भहिए जोयणे कयंबक्ख ॥ . तित्थं दाहिणहत्थो-सोहइ सिरिपुंडरीयस्स ॥१०॥ पढममिणं विण्णेयं-बारसगाउप्पयक्खिणाए य॥ सत्तुंजयमाहप्पे-वुत्तं माहप्पमेयस्स ॥ ११ ॥
સ્પષ્ટાઈ–વળી એ પાંચ સજીવન કુટમાં પણ જે આ કદંબગિરિ તીર્થાધિરાજ નામનું મોટું સજીવન ફુટ છે. તે નિર્મળ ચમત્કારવાળું છે. કારણ કે એની આરાધના કરનાર મુનિ મહાત્માઓને અનેક ચમત્કારવાળી લધિઓ ઉત્પન્ન થાય છે, તેમજ એ તીર્થમાં અનેક નિર્મળ ચમત્કારવાળી ઔષધિઓ ઉત્પન્ન થાય છે. એ ફૂટ સર્વ પાપ રૂપી પર્વતને ભેદવામાં વજ સરખું છે, કારણ કે ઈન્દ્રનું વા શસ્ત્ર જેમ અનેક પતેને ભેદવામાં ! સમર્થ છે, તેમ આ ચેથા સજીવન કૂટ રૂપ તિથધિરાજની આરાધનાથી અનેક ભવસંચિત ઘણાં પાપકમીને નાશ થાય
૧ એવી લકેતિ છે કે પ્રાચીન કાળમાં પર્વત પરખેવાળા હતા તેથી એ ઉડતા પર્વતો જ્યાં પડે ત્યાં ગ્રામ નગરાદિકને દબાવી દેતા, એ ફરિયાદ ઈન્દ્ર પાસે જતાં ઇન્ડે પિતાના મુખ્ય વજ શસ્ત્રથી એ પર્વતની પાંખે છેદી નાખી, ત્યારથી પર્વત ચલ હતા તે અચા–સ્થિર થઈ ગયા છે.