________________
भावकिवारसजलही-विमलपवयणे विसिट्टसीसगणे॥ गुरुविजयनेमिसूरी-बिहकप्पं सिरिकर्यबस्स ॥४॥ विरएमि जहासत्थं-गुरुवयणा दुगुणभत्तिकलिओऽहं ॥ नाणावुत्तंतेच्छा-भव्वा ! निमुणेह थिरचित्ता ॥५॥
- સ્પષ્ટાર્થ—ભવ્ય જીના સર્વ મનવાંછિત પદાથિના સમૂહને પૂરવામાં–આપવામાં ઉત્તમ કલ્પવૃક્ષ સરખા એવા શ્રી સિદ્ધચક્રને એટલે અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય ને સાધુ એ પાંચ પરમેષ્ઠિ તથા દર્શન
૧ શ્રીપાલ ચરિત્રમાં શ્રીપાલ મહારાજાએ ઉઘાપન પર્વતે શ્રી સિદ્ધચક્રની રસુતિ તેને (સિદ્ધચક્રને) કલ્પવૃક્ષની ઉપમા દઇને કરી છે. તેમાં જણાવ્યું છે કે-આ સિદ્ધચક્ર રૂપી કલ્પવૃક્ષનું મૂલ-મજબૂત પીઠ શ્રી અરિહંત પદ . જેમ શાખા વિગેરે અવયની ઉત્પત્તિ મૂલમાંથી થાય છે તેવી રીતે નવે પદોનું જ્ઞાન કરાવવામાં એટલે સ્વરૂપ સમજાવવામાં અરિહંત પ્રભુ મૂલકારશ્ન છે. એટલે સમવસરણમાં બિરાજમાન થઈને શ્રીઅરિહંત મહારાજ ભવ્ય જીતે નવ પદમય શ્રોસિદ્ધચક્રનું સ્વરૂપ સમજાવે છે. તે સમજીને તેઓ સિદ્ધચક્રની આરાધના કરીને આત્મહિત સાધે છે. આ મુદ્દાથી શ્રીઅરિહંત પ્રભુને મૂલ મજબૂત પીઠ જેવા કહ્યા છે. જેમ કલ્પવૃક્ષને શાખા પ્રશાખાઓ વિગેરે હોય છે, તેમ અહીં શ્રી સિદ્ધપદ વિગેરે ચાર પદે શાખા જેવા સમજવા અને દર્શનાદિ ચારે પદે પ્રશાખા જેવાં ‘જાણવા. અને તત્વાક્ષર સ્વરવર્ગ લબ્ધપદો એ પાંદડાં જેવાં, અને દિપાંવ, યક્ષ, યક્ષિણી વિગેરે કુલ જેવા તથા મનવાંછિત રૂપ ફલે જાણવા