________________
પર
શ્રીવિજ્યપદ્યસૂરિકૃતસઠ શલાકા (ઉત્તમ) પુરૂષેના ચરિત્રની ઉત્તમ નવીન રચના કરનાર શ્રીવાસેન નામના ગુરૂ મહારાજના શિષ્ય બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથનું ચરિત્ર બનાવનાર શ્રી હરિસેન કવિએ આ ઈષ્ટ (વાંચવાને પ્રિય લાગે તેવા) સૂક્તાવલી (કર પ્રકર) નામના ગ્રન્થની રચના કરી છે. ૧૮૦
એ પ્રમાણે જેનપુરી અમદાવાદમાં તપગચ્છાધિપતિ પરમપકારી પૂજ્યપાદ પ્રાતઃસ્મરણીય આચાર્યશ્રી ગુરૂ મહારાજ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના ચરણ કિંકર વિનેયાણ શાસ્ત્ર વિશારદ કવિ દિવાકર આચાર્ય શ્રી વિજયપક્વસૂરિએ વિ. સં. ૨૦૭૩ આસો સુદિ દશમના દિવસે શેરદલાલ શ્રાવક શેઠ જેસંગભાઈ કાલીદાસ તથા શેઠ સારાભાઈ જેસંગભાઈ (હીરાચંદ રતનચંદવાળા). અને શા. ઈશ્વરદાસ મૂલચંદ. શેરદલાલ સારાભાઈ જેસંગભાઈ વગેરે અહીંના અધ્યગણ્ય શ્રાવકાદિની વિનંતિથી આ શ્રી કપૂર પ્રકારના સ્પષ્ટાથની રચના કરી. ભવ્ય છે તેનો લાભ લઈ મુકિતમાર્ગની આરાધનામાં ઉજમાલ બની મુકિતના અવ્યાબાધ સુખ પામે.
સમાપ્ત