________________
૫૪૬
શ્રીવિજયસૂરિકૃત
આહારના ભેજનવાળો, સારા ગુણવાળી વાણી રૂપ તાબૂલની શોભા વડે મનેહર, અલક્ષમીના જવાથી અને લક્ષ્મીના આગમનથી તથા વિજયવંત ગુરૂઓના પ્રણામથી ઉત્કૃષ્ટ તથા શીલ રૂપી અલંકારવાળો અરહિંતના ધર્મરૂપી દીવાલીને ઉત્સવ તમને હર્ષને માટે થાઓ. ૧૫૪
સ્પષ્ટાર્થ –હવે દીવાલીના ઉત્સવનું સ્વરૂપ સમજાવતાં ગ્રંથકાર જણાવે છે કે દિવાળી મુખ્યતાએ દીવાઓ વડે શોભે છે, તેમ આ અરિહંતના ધર્મના આરાધના રૂપી દીવાલીને ઉત્સવ પણ ધર્મધ્યાન અને શુકલધ્યાન રૂપી પ્રકાશવાળા દીવાથી શેભે છે. વળી દીવાળીના ઉત્સવમાં મેરાયા (કેડીઆને કાણું પાડી તેમાં લાકડી ભરાવી જે દીવા કરવામાં આવે છે તે મેરામાં કહેવાય છે) હોય છે તેમ અહીં પણ દેદીપ્યમાન સ્વાધ્યાય રૂપી મેરાયા છે. જેમ દિવાળીમાં સુંદર ભજન કરાય છે તેમ અહીં કલ્પ એટલે શ્રીવર્ધમાન સ્વામીના ચરિત્રનું (નિર્વાણ કલ્યાણકનું) સાંભળવું તે રૂપી સુંદર આહારના ભેજનવાળો આ જિન ધર્મરૂપી દીપોત્સવ છે. વળી દિવાળીમાં લેકે તાબૂલ (પાન) ખાય છે તેમ અહીં સારા ગુણવાળી વાણી રૂપી તાબૂલ વડે આ જિન ધર્મોત્સવ મનહર છે. વળી અલક્ષ્મી એટલે દારિદ્રના જવાથી તથા લક્ષ્મીના આવવાથી, વિજયવંત શ્રીગુર્નાદિકને નમન કરવાથી ઉત્કૃષ્ટ તથા શીલ રૂપ અલંકાર વડે શોભાયમાન. આ અરિહંતના ધર્મ રૂપી દીવાળીને ઉત્સવ તમને હર્ષ દેનાર થાઓ. શ્રીવીર પરમાત્માનું જીવનચરિત્ર વિચારી પિતાના જીવનને નિર્મલ બનાવી મુક્તિના સુખ પામવા એ દીવાલીપર્વનું રહસ્ય છે.