________________
૫૪૮
શ્રીવિજયસૂરિકૃત
લેકાર્થ –ઉપશમ રૂપી દહીં અને કલ્યાણરૂપી ઘીની. વૃદ્ધિ કરનારું, પરમ પ્રીતિને કરનારું, શ્રત રૂપી દૂધ વડે શ્રેષ્ઠ, એવા વ્યાખ્યાનને આદરથી પીને તૃપ્ત થએલા તમે. તેને નાહક તજશે નહિ. કારણ કે તેની હમણું પણ માગણું કરાય છે, તેથી સમકિત રૂપી શરીરની વૃદ્ધિ કરનાર, અન્યકાર રૂપી તાપને ભેદનાર આ વ્યાખ્યાન રૂપી દુધને ભવ્ય. જીવોએ ફરી ફરી પણ અવસરે ઘણાં તરસ્યા થઈને પીવું, જોઈયે. ૧૫૫
પાર્થ––હવે વ્યાખ્યાન વારંવાર સાંભળવું જોઈયે તે જણાવતાં ગૂંથકાર કહે છે કે જેમ દૂધ ઘી અને દહીંની વૃદ્ધિ કરે છે તેમ આ દૂધ જેવા સારવાળું કૃતનું વ્યાખ્યાન ઉપશમ રૂપી દહીંની તેમજ કલ્યાણ રૂપી ઘીની વૃદ્ધિ કરે છે.. કહેવાને ભાવાર્થ એ છે કે વ્યાખ્યાન સાંભળવાથી ઉપશમ, ભાવન તથા કલ્યાણ (સદ્દગતિ)ને લાભ થાય છે. માટે આ શ્રત રૂપી દૂધ જેવા સારવાળા વ્યાખ્યાનને આદરપૂર્વક સાંભળીને તમ થઈ (ધરાઈને) તેને ફેગટ ત્યાગ કરશો નહિ.. તે ભવ્ય જીવે આ વ્યાખ્યાનની. હજુ પણ માગણી કરે છે. - કારણ કે તે વ્યાખ્યાન, એવું છે કે ગમે તેટલી વાર સાંભળવા. છતાં પણ તેથી તૃપ્તિ થતી નથી અથવા વારંવાર સાંભળવાનું મન થયા કરે છે. વળી આ વ્યાખ્યાન સમક્તિ રૂપી શરીરની. વૃદ્ધિ કરનારું છે એટલે સમકિતને પુષ્ટ કરનાર છે. તેમજ અજ્ઞાનના સંતાપને દૂર કરે છે એટલે અજ્ઞાનનો નાશ કરનાર છે તેથી તમારે ઉત્કંઠાપૂર્વક આ વ્યાખ્યાન વારંવાર સાંભળવું જોઈયે. કહેવાનો ભાવાર્થ એ છે કે આગમનું વ્યાખ્યાન દર