________________
૫૫૨
શ્રીવિજયપદ્યસૂરિકૃતસરસ ઉપજે મેક્ષ અથવા સ્વર્ગ સંયમ ફલ મળે; પવન શુભ કિરિયા અહીં ગુણિ સમિતિ જાણીએ, ૨ખવાલ શુભ ઉપયોગ વીલ્લાસ કદિ ના
ભૂલીએ. ૨ લેકાર્થ –ગુરૂ રૂપી મેઘ ધર્મકથાના ઉપદેશ રૂપી પાણી વડે ભવ્ય જી રૂપી પૃથ્વી ઉપર વરસે છતે સત્તર પ્રકારના સંયમ રૂપી ધાન્યને વાવ્યું. તે અનુકૂળ ક્રિયા રૂપી પવન વડે વિશુદ્ધ કરાયું. આથી સ્પષ્ટ ગુણવાળા, ઉદ્યમ રૂપી રખવાલે દૂર કરેલા ઉપદ્રવવાળા તથા ફલના વિસ્તારવાળા શાલ્યાદિ ધાન્યની ઉત્પત્તિ થાય જ. ૧૫૭
સ્પષ્ટાર્થજેમ મેઘની વૃષ્ટિ થવાથી અને અનુકૂળ પવન તથા સારા રખવાલની દેખરેખથી અવશ્ય સારા ધાન્યની ઉત્પત્તિ થાય છે જ, તેવી રીતે ગુરૂ રૂપી મેઘની વૃષ્ટિ વરસતાં સંયમ રૂપી ધાન્યની ઉત્પત્તિ થાય છે. તે બીમા જણાવતાં ગ્રંથકાર કહે છે કે ગુરૂ રૂપી મેલ ધર્મની કથા દ્વારાએ ઉપદેશ દેવા રૂપી પાણી વડે ભવ્ય જીવ રૂપી પૃથ્વી ઉપર વરસ્ય છતે ભવ્ય જીએ સત્તર પ્રકારના સંયમ રૂપી ધાન્યને વાવ્યા પછી તેને અનુકૂળ પવનની જરૂર પડે છે તેમ આ સંયમ રૂપી ધાન્યને પણ અનુકૂળ શુભ કિયા રૂપી પવન વડે શુદ્ધ કર્યું એટલે નિરતિચારપણે ચારિત્ર પાડ્યું. અને ઉગેલા ધાન્યને રખવાલ વડે સાચવવાની જરૂર પડે છે તેમ અહીં ઉદ્યમ રૂપી રખવાલે અનેક પ્રકારની મુશીબતેને દૂર કરી, તેથી સ્પષ્ટ ગુણવાળાં અને ફલના વિસ્તારવાળા