________________
૫૫૪.
શ્રીવિજયપદ્યસૂરિકૃત
લેકાર્થ –વિદ્વાન માણસે દિવસે, શિયાળામાં અને ઉનાળામાં, તેમજ પહેલી વયમાં તે કાર્ય કરવું જોઈએ જેથી અને પિતે સુખી થાય. તેજ કારણથી અહીં અમે પણ તે લાભને જાણીને અહીંથી વિહાર કરીએ છીએ. કારણ કે તેથી ૧. જુદા જુદા અરિહંતના તીર્થોની યાત્રા થાય, ૨. સિદ્ધાન્તના જાણકાર એવા ગુરૂ વગેરેને નમસ્કાર થાય, ૩. શાસ્ત્રના સંશયને નાશ થાય, ૪. શ્રતજ્ઞાનને લાભ થાય, ૫. શુદ્ધ. અન્ન અને ઉપધિની પ્રાપ્તિ થાય, અને ૬. મૂઢ જનને પ્રતિબંધ કરવાથી જિનશાસનની પ્રભાવના થાય. ૧૫૮
સ્પષ્ટાથે–વિહાર શા માટે કરવો જોઈએ તેનું કારણ જણાવતાં ગ્રંથકાર કહે છે કે વિદ્વાન માણસે દિવસે, શિયાળામાં, તેમજ પહેલી ઉંમરમાં એટલે યુવાવસ્થામાં તે કાર્યો. કરવાં જોઈએ કે જેથી અનુક્રમે દિવસના અંતે એટલે રાત્રીમાં શીયાળા અને ઉનાળાના અંતે એટલે ચોમાસામાં તથા : યુવાવસ્થાને અંતે એટલે વૃદ્ધાવસ્થામાં સુખે રહી શકાય. આવું જાણીને હે ભવ્ય જી! અમે પણ અહીંથી વિહાર કરીએ છીએ. કે જેથી ૧. ઝાષભાદિક જુદા જુદા અરિહંત ભગવંતેના તીર્થની યાત્રા થાય. ૨. સિદ્ધાન્તના જાણકાર ગુરૂ વગેરેને પ્રણામ થાય. ૩. શાસ્ત્ર ભણતાં થયેલા સંશયને નાશ થાય, ૪. શ્રતજ્ઞાનને લાભ થાય, ૫. શુદ્ધ આહાર તથા ઉપધિને લાભ થાય. વળી ૬. સંસારના મેહિત છને પ્રતિબંધ પમાડવાથી જિનશાસનનો મહિમા પણ વધે. આ . છ પ્રકારના લાભ વિહાર કરવાથી થાય છે. ૧૫૮
અવતરણ:–૭૭ મું કાતિક ચાતુર્માસ દ્વાર કહે છે –.