________________
NGO
શ્રીકરપ્રકરસ્પષ્ટાર્ટાદિક એકલું પણ શુદ્ધ તપ આપેજ ઉત્તમ લાભને, ઉજમણું તેમાં ભળે તે અધિક પામે લાભને ગાયના ગુણથીજ મીઠું દૂધ પણ તેમાં પ; દ્રાક્ષ સાકર નિશ્ચયે તે અમૃત જેવું જાણ્યે.૧૭૨
કલેકાર્થ –(જે) એકલું શુદ્ધ તપ પણ બહુ ફળ આપનારું છે, તો વળી ઉદ્યાપન સહિત તે તપનું શું વર્ણન કરીએ? ગાયના ગુણને લીધે દૂધ પુષ્ટિકારક છે, તે પછી દ્રાક્ષ અને સાકરના ચૂર્ણ સહિત તે દૂધ અમૃત જ સમજવું. ૧૭૧
સ્પષ્ટાર્થ ––હવે તપના ઉજમણાને મહિમા જણાવતાં કવિરાજ કહે છે કે ઉદ્યાપન વિના પણ કરેલું નિર્દોષ તપ એકલું હોય તો પણ તે ઉદાર એટલે ઘણું ઉત્તમ ફલને આપે છે, તે પછી ઉદ્યાપન સહિત કરેલા તે તપનું તે શું વર્ણન કરવું? અથવા ઉજમણું સહિત કરેલું તે તપ ઘણું અધિક ફલને આપે છે. અહીં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે દૂધ ગાયના ગુણને લીધે પુષ્ટિકારક છે અથવા ગાયનું દૂધ એકલું હોય તે પણ તે પુષ્ટિ કરનારૂં થાય છે, તો પછી તેમાં દૂધ દ્રાક્ષ (ધરાખ) અને સાકરનું ચૂર્ણ ભળે એટલે દૂધમાં તે વસ્તુઓ નાખવામાં આવે તો તે ખરેખર અમૃત જેવું જ બને છે, અથવા અધિક પુષ્ટિ કરનારૂં થાય છે, એમ સમજીને ભવ્ય જીવોએ દરેક તપની વચમાં કે અતે યથાશક્તિ જરૂર ઉજમણું કરવું જોઈએ. ૧૭૨
અવતરણ-ઉદ્યાનથી તપ વિશેષ શોભાને પામે છે તે જણાવે છે – • ૩૭