________________
શ્રીપૂરપ્રકારસ્પષ્ટથદિ:
૫૮૫ જિન તે તમારું નિત કરે રક્ષણ હરા વિઘો સદા, કલ્યાણ =દ્ધિ બુદ્ધિ વૃદ્ધિ કરત આપ સંપદા. ૨
શ્લેકાર્થ –-જેમને દર્પણની જેવું સ્વચ્છ કેવલજ્ઞાન પ્રકટ થયું છે, ભદ્રાસનથી અસાધારણ એશ્વર્ય મળ્યું છે, શરાવ સપુટ સમાન શરીરવાળા બ્રહ્માંડની આગળ જે પ્રભુ કામકુંભ જેવા છે, શ્રીવત્સથી જે પ્રભુ સુગતિને પામેલા છે, મસ્યથી પ્રગટ પ્રભાવશાલી છે, સ્વસ્તિકથી જેમને નિત્ય ઓચ્છવ વર્તે છે અને નન્દાવર્તની જેમ અદ્ભૂત આકૃતિથી આનંદ ઉપજાવનાર તે જિનેશ્વર દેવ તમારું રક્ષણ કરે. ૧૭૭
સ્પષ્ટાર્થ:-હવે અષ્ટ મંગલનું સ્વરૂપ જણાવતાં ગ્રંથકાર કહે છે કે જેમને ૧. દર્પણની જેવું નિર્મલ કેવલજ્ઞાન પ્રકટ થયું છે અથવા જેમ દર્પણમાં દરેક વસ્તુનું પ્રતિબિંબ પડવાથી તે દર્પણ દ્વારા તે વસ્તુ સ્વરૂપ જણાય છે, તેમ જેમને કેવળજ્ઞાન રૂપી દર્પણમાં દરેક વસ્તુનું પ્રતિબિંબ પડે છે અથવા જે પ્રભુ તમામ પદાર્થોના સ્વરૂપને જાણી શકે છે. એ દર્પણનું રહસ્ય જાણવું. બીજા ૨. ભદ્રાસન નામના મંગલથી જાણવું જે તેમને અપૂર્વ એશ્વર્યની પ્રાપ્તિ થઈ છે, ૩. શરાવસપુટ એટલે એક શરાવલું ઊંધું હોય અને તેના ઉપર એક નાનું શરાવલું ચતું હોય અને તેના ઉપર એક નાનું શરાવલું ઉંધું હોય તેના સરખો આ બ્રહ્માંડને એટલે લોકને આકાર લેવાથી બ્રહ્માંડને શરાવ સ
પુટના જેવું કહ્યું છે. તે (બ્રહ્માંડ)માં જે પ્રભુ ૪. કામકુમ્ભની માફક ભવ્ય જીવોના સર્વ વાંછિત પૂર્ણ કરે છે. એ શરાવસંપુટનું રહસ્ય જાણવું. ૫. શ્રીવત્સથી જે પ્રભુ સારી ગતિને પામ્યા છે એમ જાણવું. તથા તિમિ એટલે