________________
શ્રીકÉરપ્રકરપણાથદિ:
૫૮૩ લોકાર્થ –જલ સહિત નૈવેદ્ય વડે જિનરાજની પૂજા કરવાથી મોક્ષમાર્ગમાં સુખ આપનાર પ્રગટ સંપૂર્ણ ભાતું (કું) મળે છે. ધૂપ પૂજાથી ઉંચી ગતિ, દિશાઓને સુગંધિ બનાવનાર વાસપૂજાથી ઉજવલ યશ મળે. ફલ પૂજા વડે મનુષ્યના અને સ્વર્ગાદિના સુખ મળે છે. અક્ષત પૂજા વડે પોતાની જિન સંબંધી આઢક બલિ કરણ રૂપ પૂજા થાય (જિનપણું મળે) અથવા અક્ષત પણ મળે છે. પુષ્ય પૂજા વડે લેકના મસ્તકે નિવાસ અને દીપ પૂજા વડે મોક્ષ (રૂપ શરીર) મળે છે, એ પ્રમાણે જિનેશ્વરની અષ્ટપ્રકારી પૂજાનું ફલ જાણવું. ૧૭૬
સ્પષ્ટાર્થ –શ્રીજિનેશ્વર દેવની અષ્ટપ્રકારી પૂજા કરનાર ભવ્ય જીવોને કઈ પૂજાથી કયું ફલ મળે છે. તે જણાવતાં ગ્રંથકાર જણાવે છે કે શ્રીજિનરાજની ૧ જલપૂજા અને ૨નૈવેદ્ય પૂજા કરનાર ભવ્ય જીવોને મોક્ષ માર્ગમાં સુખ આપનાર પ્રગટ સંપૂર્ણ ભાથું મળે છે. ૩ ધૂપપૂજા કરનાર ભવ્ય જીને ઉંચી ગતિ એટલે મનુષ્યગતિ અથવા દેવગતિના સુખ મળે છે. અને દુર્ગતિને નાશ થાય છે. દિશાઓને સુગંધિ બનાવ નાર ચન્દન કપૂર વગેરે સુગંધીદાર ૪ વાસક્ષેપથી પૂજા કરવાથી ઉજવલ યશની પ્રાપ્તિ થાય છે. પ્રભુની આગળ ફલ મૂકીને ૫ ફલપૂજા કરવાથી મનુષ્યલક, દેવલોક વગેરેની પ્રાપ્તિ રૂ૫ ફળ મળે છે. તથા કલમ એટલે ૬ અક્ષત (શાલિ ચેખા) વડે પૂજા કરવાથી જિનસંબંધી આઢક બલિદાન કરણ રૂપ પૂજા પોતાની થાય છે એટલે તીર્થકરપણું મળે છે. અથવા અક્ષતપણાની પ્રાપ્તિ થાય છે. ૭ પુષ્પ પૂજા કરવાથી લેકના અગ્ર ભાગ ઉપર નિવાસ (સ્થાન) મળે છે અથવા મિક્ષરૂપી