________________
શ્રીકપૂરપ્રકરસ્પષ્ટાર્યાદિ
૫૬૦
-
.
શીલ વસ્ત્ર તપ અનલથી વ્રત નિયમ ઘરથી અને, ભાવના શુભ તેલથી આચાર્ય રવિ તેજે અને. ૧ અજ્ઞાન ઠંડી દૂર કરે માસું ફાગણ માસનું, તમને અને આનંદ દાયક જેહ કારણ પુણ્યનું વસ્ત્રાદિ કારણે પાંચ હરતા શીતને જલદી અહીં, શીલાદિ કારણ પાંચ પણ અજ્ઞાનને હરતા સહી. ૨
બ્લેકાર્થ–આ સાધુ રૂપ રાજહંસે પવિત્ર ક્ષેત્રમાં વર્ષાઋતુને ગાળીને તે તે સ્થાનમાં વિચર્યા કે જ્યાં પુણ્યવંત એવા તેઓએ શીલ રૂપી વસ્ત્રો વડે, તપ રૂપી અગ્નિ વડે, વ્રત અને નિયમ રૂપી ઘર વડે, ભાવના રૂપી સુગન્ધિદાર તેલ વડે અને આચાર્ય રૂપી સૂર્યના કારણે વડે દરરોજ જડતા (અજ્ઞાન)રૂપી ટાઢ દૂર કરી, તે ફાગણ ચોમાસું તમને આનંદને માટે થાઓ. ૧૬૩
સ્પષ્ટાર્થ:–હવે સાધુઓને રાજહંસની સાથે સરખાવતાં ફાગણ ચોમાસું તેઓએ શી રીતે પસાર કર્યું? તે બીના જણાવતાં ગ્રંથકાર કહે છે કે પવિત્ર ક્ષેત્રમાં વર્ષાઋતુ ગાળ્યા પછી તે સાધુઓએ તે તે સ્થાનેમાં વિહાર કર્યો કે
જ્યાં વિહાર કરતાં તેઓએ પિતાની અને બીજા ભવ્ય જીવોની જડતા એટલે અજ્ઞાન રૂપી ટાઢને દૂર કરી. અજ્ઞાન રૂપી ટાઢનું નિવારણ કેવી રીતે કર્યું તે જણાવે છે. વસ્ત્રોથી ટાઢનું નિવારણ થાય છે તેથી તેમણે શીલ રૂપી વસ્ત્રો ધારણ કર્યો. અગ્નિથી ટાઢ દૂર થાય છે તેથી તે સાધુઓએ તપ રૂપી.