________________
૧૭૪
શ્રીવિજયસૂરિકૃત
૧૦
स्थानं क्व चैत्यपरिपाटिकयार्जितस्य,
ज्ञातं महस्तुति तां हृदयानि सन्ति ॥ १७० ભવ્ય ભાવથી જિનરાજના સ્નાનાદિથી, મેક્ષદાયક પુણ્ય બાંધ્યું છે તમે બહુ રંગથી; ચિત્ય પરિપાટી કરીને મેળવેલા પુણ્યનું, સ્થાન કયાં? “મન”ઉત્સવ સ્તુતિકાર ભવ્ય
સમૂહનું ૧૭૦ પ્લેકાર્થ –ભાવ પૂર્વક એક જિનભુવનની ( ત્યાંના બિંબની ) સ્નાત્રાદિ પૂજા કરીને જે મોક્ષદાયક પુણ્ય (મોક્ષ) તમે ઉપાર્જન કર્યું તે ચેત્યપરિપાટીથી મેળવેલા પુણ્યનું
સ્થાન કયાં? હા, મેં જાણ્ય મહોત્સવને વિષે સ્તુતિ કરનારાઓનાં હૃદયે તે પુણ્યનાં સ્થાન હોય છે. ૧૭૦ " સ્પષ્ટાથે–એક જિન ભવનમાં પણ ભાવપૂર્વક જિનપ્રતિમાની સ્નાત્રાદિ એટલે સ્નાત્ર વિલેપન પૂજા વગેરે કરીને તમે મેક્ષને દેનાર પુણ્ય ઉપાર્જન કર્યું, તે પછી ચિત્યપરિપાટી એટલે તે સ્થળમાં આવેલાં સઘળાં ચના બિ બની પૂજા વગેરે કરવાથી મેળવેલા પુણ્યનું સ્થાન કયાં? તેના પુણ્યનું સ્થાન જણાતું નથી. તેના જવાબમાં જણાવે છે કે હાં વિચાર કરતાં જણાય છે કે તે પુણ્યનું સ્થાન(આધાર) મહોત્સવને વિષે સ્તુતિ કરનારાઓનાં સ્વચ્છ હૃદયો છે. ૧૭૦
અવતરણ -ચૈત્ય પરિપાટી કરતાં થોડા ધનના ખરચે ઘણું પુણ્યને લાભ થાય છે, તે વાત જણાવે છે –