________________
પ૭૦
શ્રીવિજયસૂરિકૃતશ્લેકાર્થ –જે દેએ જિનેશ્વરના જન્મ મહોત્સવાદિ કર્યા હતા, તે શ્રાવકોએ તેમનું અનુકરણ (તે પ્રમાણે) ન કરવું જોઈએ? અર્થાત્ જરૂર કરવું જોઈએ. જેમ સ્વર્ગમાં અરાવત હાથીને મદ, તુંબરૂનું ગાન અને રંભાનું નૃત્ય વગેરે છે તે પછી પૃથ્વી ઉપર મદ, ગાન અને નૃત્યાદિ શું કઈ ન કરે? અર્થાત કરે જ ૧૬૭
૫ષ્ટાર્થ—અહીં ગ્રંથકાર કહે છે કે જે એકે સારું કામ કર્યું હોય તેનું બીજાએ અનુકરણ કેમ ન કરવું? અથવા જે શુભ કાર્ય હોય તેનું કરેલું અનુકરણ પણ સારૂં જ ગણાય છે, તેથી જણાવે છે કે જે ઈન્દ્રો સહિત દેએ જિનેશ્વરના જન્મ મહોત્સવ વગેરે કર્યા હતા તો શ્રાવકે એ પણ તે કેમ ન કરવા? અર્થાત્ જિનેશ્વરના આ જન્મ કલ્યાણકાદિના ઉત્સવ શુભ હોવાથી શ્રાવકોએ પણ તેનું અનુકરણ કરવું, તે લાભદાયી છે. આ બાબતમાં દષ્ટાન્ત આપતાં જણાવે છે કે જે સ્વર્ગમાં રાવત હાથીને મદ, ગાન અને નૃત્યાદિ છે તો પછી આ પૃથ્વી ઉપર કેઈએ મદ, ગાન અને નૃત્યાદિ ન કરવાં? અથવા આ લેકમાં પણ તે તે કાર્યો કરવામાં કાંઈ વધે છેજ નહિ. (આ લેકમાં પણ તે કાર્ય કરી શકાય છે) તાત્પર્ય એ કે દેવોની જેમ શ્રાવકે એ પણ જિનેશ્વરના જન્મ કલ્યાણદિકના મહોત્સવ જરૂર કરવા જોઈયે. તેથી સમ્યગ્દર્શનાદિ ગુણોની નિર્મલતા અને શ્રી જિનશાસનની અપૂર્વ પ્રભાવના થાય છે. ૧૬૭
અવતરણ –હવે બે લેકમાં ૮૧ મું મહાપૂજાના સ્વરૂપનું દ્વાર કહે છે –