________________
પ૪૨
શ્રી વિજયપસૂરિકૃત
લેકાર્થ –આઠમી અઠ્ઠાઈ અષ્ટમંગલિક દીવાના બહાને એમ કહે છે કે આઠ મદના કારણેને ઈડીને આઠ પ્રાતિહા સહિત શ્રીજિનેશ્વર દેવને અષ્ટપ્રકારી પૂજા વડે નિરંતર “જે, જેથી પ્રસન્ન થએલા તે પ્રભુ તમને જ્યાંથી દુષ્ટ આઠ કર્મની આપત્તિથી પણ પડવું થતું નથી તેવું મોક્ષ રિસ્થાન આપશે. ૧૫૨
સ્પષ્ટાર્થ –હવે આઠમી અઠ્ઠાઈ અષ્ટમંગલિક દીવાના મ્હાને એમ કહે છે કે હે ભવ્યજી! આઠ મદના કારણેને ત્યાગ કરીને ઉત્તમ પ્રકારનાં જલ, ચંદન, ફૂલ, ધૂપ, દીપ, ફલ, અક્ષત, અને નિવેદથી આઠ પ્રકારી પૂજા કરીને આઠ પ્રતિહાર સહિત એવા શ્રી જિનેશ્વર દેવની પૂજા કરો. અશોક વૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દીવ્ય ધ્વનિ, ચામર, ભામંડલ, દુંદુભી, આસન, છત્ર એ આઠ પ્રતિહાર્ય હંમેશાં જિનેશ્વરની પાસે રહે છે. માટે તે પ્રાતિહાર્ય કહેવાય છે. આ પ્રમાણે પૂજા કરવાથી પ્રસન્ન થએલા તે શ્રી જિનેશ્વર દેવ તમને જે સ્થાનમાંથી દુષ્ટ એવા જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનોય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ નામના આઠ કર્મોની આપદાથી ફરીથી સંસારમાં પડવાનું (આવવું) નથી, તેવું માક્ષસ્થાન આપશે, કારણ કે તે સ્થાનમાં આ આઠ 1 કર્મો નાશ પામેલ હેવાથી જીવને સંસારમાં આવવું પડતું નથી. માટે પ્રભુની પૂજા અવશ્ય કરે. યાદ રાખવું જોઈએ કે માનસિક સુધારણ થયા વિના શારીરિક સુધારણ થતી જ નથી. તેવી માનસિક સુધારણાના શ્રીજિનવાણી શ્રવણ, પ્રભુપદ પૂજન વગેરે સાધનામાં શ્રીજિનપૂજાને મુખ્ય સાધન તરીકે શ્રી જેને ધ્રાગમમાં જણાવી છે. ૧૫ર ,