________________
૧૪૦
શ્રીવિજયપદ્યસૂરિકૃત
વ્યસન સાતે ભય નરકને આપનારા જાણિયે, રાજ્યાંગની જિમ પુણ્ય નૃપના સાત ક્ષેત્રે સેવીએ. ૧ સાત માળે શેભતા પ્રાસાદ સમ સંગ તત્વને, જાણજે તસ અર્થને દીલમાં ધરે ધરી રંગને; અટ્રાઈનિજ ગુણપતિ વધારે આપતી સુખ શાંતિને, પ્રબલ પુણ્ય સમય પામી સાધજે જ અટ્રાઈને. ૨
શ્લોકાર્થ:-સાતમી અઠ્ઠાઈ સુંદર સાત સ્વરવાળા ગીતના બહાને કહે છે કે સાત નરકના દ્વાર રૂપ અને સાત ભયના કારણભૂત સાતે વ્યસનેને જલદી ત્યાગ કરે. અને પુણ્ય રૂપી રાજાના રાજ્યના અંગ જેવા સાતે પણ ક્ષેત્રને પ્રાપ્ત કરે અને સાત ભૂમિ (માળ )ના મહેલ જેવા સાત - તને વિષે તમે પોતે નિવાસ કરે. ૧૫૧
સ્પષ્ટાર્થ – હવે સાતમી અહાઈ સુંદર સાત સ્વરવાળા ગીતના બહાને એમ જણાવે છે કે હે ભવ્ય છે ! - તમે સાતે વ્યસનને ત્યાગ કરે. તેના નામ-ધુત એટલે
જુગાર ૧, મદ્ય એટલે દારૂ ૨, માંસ ૩, વેશ્યાગમન ૪, પાપદ્ધિ એટલે શિકાર ૫, ચેરી ૬, પર સ્ત્રીગમન, એ પ્રમાણે સાત વ્યસને કહેલાં છે તેને ત્યાગ કરે, કારણ કે સાત વ્યસનો સાત નરકના દ્વાર સમાન (કારણો કહ્યા છે, જેમ બારણામાંથી ઘરમાં પ્રવેશ કરાય છે તેમ નરકરૂપી - ઘરમાં પેસવાને બારણુ જેવા આ સાત વ્યસને કહ્યા છે. એટલે સાત વ્યસનનું સેવન કરનાર મરીને નરકે જાય છે.
અહીં રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, - તમ:પ્રભા અને તમાતમાપ્રભા એ નામે સાત નારકીઓ