________________
૧૧૮
શ્રીવિજયપદ્યસૂરિકૃત– ઉત્તમ મનુષ્ય ભવ પામીને જે જડ પુરૂ ધર્મ કરતા નથી તેઓ મહા મહેનતે પ્રાપ્ત થએલા ચિન્તામણિ રત્નને સમુદ્રમાં ફેકી દે છે. માટે તમે બંનેએ પણ પૂર્વ પુણ્યના બે ઉત્તમ મનુષ્ય ભવ મેળવ્યું છે તે તેવું સુકૃત કરવું જોઈએ કે જેથી મુકિત મળે. ધન્ય પુરૂષે મનુષ્ય જન્મ વડે સ્વર્ગ અને મોક્ષ મેળવે છે અને અધન્ય પુરૂષ તેનાજ વડે નરકની વેદના મેળવે છે. તેથી બોધ પામીને યુવરાજ સૂરે જિન ધર્મ અંગીકાર કર્યો, પરંતુ શશીને સમજાવ્યું તે પણ ઘણે વિષયી હોવાથી તેણે મિથ્યાત્વનો ત્યાગ કર્યો નહિ.
તીવ્ર તપ તપતા, ભાઈના હિતને ઈચ્છતા સૂરે એક વખત સારા આશયથી શશી રાજાને કહ્યું કે હે ભાઈ! સ્વર્ગની અંદર સાગરેપમ સુધી કયા ભેગે ભગવ્યા નથી તે છતાં તેનાથી સંતોષ થયે નથી તે તુચ્છ મનુષ્યના ભેગોની તે વાત જ શી ? માટે તુચ્છ વિષયોને ત્યાગ કરીને મહા સુખ આપનાર ધર્મને આશ્રય કર. ત્યારે શશી રાજાએ હસીને કહ્યું કે કયે જડ પુરૂષ પ્રાપ્ત થએલા સુખને ત્યાગ કરીને પરજન્મના અપ્રાપ્ત સુખ માટે પ્રયત્ન કરે. ધર્મ સુખદાયી નથી પરંતુ આ રાજ્ય, વસ્ત્ર, સ્ત્રી વગેરેને ભેગ સુખદાયી છે. પરભવ કોણે જે છે? માટે ભેળો ભેગવતાં તું મને, અન્તરાય કર નહિ. હે ભાઈ! તું પણ દક્ષ હોય તે પ્રાપ્ત થએલા આ યૌવનને ફેગટ હાર્યા સિવાય ભોગે ભગવ.
આથી ખિન્ન થએલા સૂરે વિચાર્યું કે આ મારો ભાઈ ભારેકમી છે તે તેને ઉપદેશ આપવાથી સર્યું. મારું હિત જ આચરું. આથી તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. સર્વ પરિગ્રહને