________________
૩૩૨
શ્રીવિજયપદ્યસૂરિકૃત
|| શ્રી ભદ્રબાહ સ્વામીની કથા
ભરત ક્ષેત્રમાં સેમિલા નામની નગરીમાં સોમદત્ત નામે વિપ્ર હતું. તેને ભદ્રબાહુ અને વરાહમિહિર નામના બે પુત્ર હતા. એક વાર સંભૂતિવિજય સુગુરૂની અમૃત સરખી દેશના સાંભળીને આ બંનેએ તેમની પાસે દીક્ષા લીધી. અનુક્રમે ભદ્રબાહુ શ્રત સમુદ્રના પારગામી થયા. વરાહમિહિરે સૂર્યપ્રજ્ઞપ્તિ વગેરેને કાંઈક અભ્યાસ કર્યો.
હવે સંભૂતિવિજય સૂરિએ પિતાના પદને લાયક સાધુની તપાસ કરી તે ભદ્રબાહુ સ્વામીને ગુણવાન જાણુને તેમને ગણના અધિપતિ બનાવ્યા. ત્યાર પછી આચાર્ય મહારાજ અનશન કરીને સ્વર્ગે ગયા. તે વખતે વરાહમિહિરે વિચાર કર્યો કે ગુરૂએ મને ગણનાયક (આચાર્ય) પદવી નહિ આપવાથી મારું અપમાન કર્યું છે. જેઓ અપમાન મળ્યા છતાં ત્યાં જ રહે છે તેઓ નરાધમ છે, એવું વિચારીને સાધુપણને ત્યાગ કરીને ઘેર પાછા ગયા.
ત્યાર પછી સૂર્યપ્રજ્ઞપ્તિ તથા ચંદ્રપ્રજ્ઞપ્તિના આધારે તે વરાહમિહિરે જ્યોતિષ શાસ્ત્રની રચના કરી. આગમને અનુસારે હેવાથી તે કાંઈક યથાર્થ હતું, તેથી અજ્ઞાનીઓ તે જોઈ આ જ્ઞાનવાળા છે એમ કહેવા લાગ્યા. તેથી રાજકુલમાં પણ તેની પ્રસિદ્ધિ થઈ અને તેના રચેલા શાસ્ત્રો -ધારાશાસ્ત્ર એ નામે પ્રસિદ્ધ થયા.
એક વાર ખડી વડે કુંડ આલેખીને અભિમાનથી તેમણે