________________
૩૮૪
શ્રી વિજયપદ્યસૂરિકૃતમૂલાએ નાખી છે વગેરે હકીક્ત જણાવી. તેથી શેઠે એરડાનાં બારણાં ઉઘાડો ચન્દનબાળાને બહાર કાઢી. ભૂખી અને તરસી ચન્દનબાળાને જોઈને તેને આશ્વાસન આપી ધનાવહ શેઠ રસોડામાં ગયા. અને ત્યાં બીજું ભેજન નહિ જેવાથી અડદના બાકળા સુપડાના ખુણામાં નાખીને ચન્દનાને આપ્યા. અને પછી શેઠ બેડીઓ તોડવા માટે લુહારને બેલાવવા ગયા.
હવે ઉંબરા ઉપર બેઠેલી, પગમાં બેડીઓવાળી, મુંડાવેલા મસ્તકવાળી ચન્દનબાલા વિચારે છે કે મારું રાજકુલ કયાં અને આ મારી દુર્દશા કયાં? પૂર્વ ભવમાં મેં દુષ્કાર્ય કર્યા હશે તેનું મને આ ફળ મળ્યું છું. હવે અડદના બાકલા. ખાધા પહેલાં તે વિચારે છે કે મારે અઠ્ઠમની તપસ્યા થઈ છે. તેથી જે કોઈ સુપાત્ર મળી જાય તે તેમને કાંઈક આપું. આપ્યા સિવાય અઠ્ઠમનું પારણું કેમ કરાય એવું વિચારી કઈ અતિથિ આવે એવી ભાવનાથી અતિથિની રાહ જોવા લાગી. તેવામાં ચાવીસમા તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ચાર માસના તપસ્વી જેમણે એ અભિગ્રહ કર્યો છે કે રાજાની પુત્રી હોય, માથે મુંડન હેય, ઉંબરા ઉપર બેઠેલી હાય, રૂદન કરતી હોય તો મારે પારણું કરવું. ચાર મહિના થઈ જવા છતાં તે અભિગ્રહ પૂરા થતા નહોતા. તેઓ ત્યાં વહરવા માટે આવી ચઢયા. અને ચન્દનબાળાને ઉપર પ્રમાણેની સ્થિતિમાં જોઈને તેમનો અભિગ્રહ પૂરે થતો હિાવાથી ચન્દનબાલાએ આપેલા બાકુળા પ્રભુએ ભિક્ષામાં લીધા. તે વખતે સાડાબાર કૌડ સોનૈયાની વૃષ્ટિ થઈ દુભિને નાદ થયે. બેડીઓ તે સેનાનાં સાંકળાં રૂપ થઈ