________________
શ્રીપૂરપ્રકરસ્પષ્ટથતિ
૪૮૩
બળી જાય છે તે ખેદની વાત છે. તે વખતે જે નસીબ ચગે સમતા રૂપી મેઘ વરસે તે પુણ્ય રૂપી કલ્પવૃક્ષ (ઉત્પન્ન) થાય છે. ૧૨૦
સ્પાર્થ –હવે ગ્રંથકાર કષાયને અગ્નિની ઉપમા આપીને જણાવે છે કે જેમ વનમાં વૃક્ષોના ઘસારાથી અગ્નિ ઉત્પન્ન થાય છે તે વખતે વાયરાને વેગ મળે તે તે અગ્નિ સળગે છે તેથી તે વન બળીને ભસ્મ થઈ જાય છે. તેવી રીતે કષાય રૂપી દાવાનલ મેટા ગુણરૂપી વનને બાળી નાખે છે. દષ્ટાન્ત આપતાં જણાવે છે કે સુભૂમ નામના આઠમાં ચક્રવર્તી અને જમદગ્નિના પુત્ર પરશુરામ જેવા પુરૂષ રૂપી. વૃક્ષોના સંઘર્ષણથી એટલે બંને વચ્ચે થએલી લડાઈમાં સુમે બ્રિાહ્મણને નાશ કર્યો અને પરશુરામે ક્ષત્રિયેનો નાશ કર્યો.
આ પ્રમાણે બે પુરૂષના સંઘર્ષણથી ઉત્પન્ન થએલે અગ્નિ પાંચ ઈન્દ્રિયોના વિષયરૂપી મોટા વાયરાથી વધવા માંડ, આ કષાય રૂપી દાવાનલ સળગતાં ગુણે રૂપી વન બળી જાય છે. એટલે જ્યાં કષાય હાય ત્યાં ગુણ ટકી શક્તા નથી. અહીં દાવાનલને વિષે જે મેઘની વૃષ્ટિ થાય તે જેમ તે દાવાનલ ઓલવાઈ જાય છે તેમ જે નસીબ ચગે સમતા રૂપી મેઘની વૃષ્ટિ થાય તે પુણ્યરૂપી કલ્પવૃક્ષ બચી જાય છે એટલે જે સમતા રૂપી પાણીની વૃષ્ટિ થાય તે પુણ્યને નાશ થતો નથી. એમ સમજીને ભવ્ય જીવોએ ક્ષમાદિ સલ્લુની સેવા કરવી જોઈએ. ૧૨૦
અવતરે --હવે કષાયી જીવને વિવેકનો અભાવ જણું છે