________________
૫૦૪
શ્રી વિજયપત્રસૂરિકૃતજીવોના મન રૂપી જમીનમાં કલિતરૂ ઉગ્યું છે. મૂળ વિના વૃક્ષ હેય નહિ તેમ આ લોભ રૂપી વૃક્ષને પણ અ૫ દ્રવ્યની પ્રાપ્તિ રૂપી મૂળ જાણવું. કારણકે જેને એક મળે તેને પાંચની અને પાંચ મળે તેને પચીસની ઈચ્છા થાય છે. પાણીના સિંચન વિના વૃક્ષ ટકતું નથી તેમ અહીં આશા રૂપી પાણું જાણવું. વળી થડ વિના ઝાડ ઉભું રહેતું નથી તેમ અહીં ધનવાન પુરૂષોની આગળ જુદા જુદા પદાર્થોની પ્રાર્થના કરવા રૂપી વિસ્તાર એટલે થડ વડે મનહર આ કવિતરૂ છે એમ જાણવું, વળી ઝાડને ફૂલ આવે છે તેમ અહીં રાજાપણું ઈન્દ્રપણું વગેરે સમ્પત્તિ રૂપી ફૂલની પંક્તિવાળું આ લાભ રૂપી વૃક્ષ છે. વળી ઝાડને ફલને વિસ્તાર હોય છે તેમ અહીં ભેગના સાધનોની વિચારણા રૂપી ફલ જાણવાં. બીજા ઝાડના ફળ તેના વાવનાર માળી વગેરેને સુખ આપે છે, પરંતુ આ લેભ રૂપી ઝાડ તે વાવનારને પીડા કરે છે માટે આ લેભ રૂપી કલિ વૃક્ષ સંતોષ રૂપી નદીથી (નદીના પૂરમાં) તણાઈને નાશ પામે. અથવા આ લેભને નાશ કરવા માટે સૉષ સિવાય બીજે કઈ ઉપાય છેજ નહિ. એમ જાણીને ભવ્ય જીએ સન્તોષ ગુણ ધારણ કરી જરૂર લોભવૃત્તિ દૂર કરવી જોઈએ. ૧૨૯
અવતરણ–એ પ્રમાણે ૬૩ મું લેભદ્વાર કહ્યું. હવે ક્રમ પ્રમાણે પુણ્યદિન પ્રકમનું વર્ણન કરવા માટે પ્રથમ ૬૪મું વર્ષાક્ષમાશ્રમણ દ્વાર કહે છે –