________________
શ્રીકપૂરપ્રકરપછાથદિ:
૫૨૧
નલને છેદનાર તથાનિરંતર શ્રીજિનેશ્વર દેવ જેની સમીપમાં રહેલા છે એવા અપૂર્વ વ્યાખ્યાનરૂપ સમુદ્રમાંથી મારા સરખા મનુષ્યની વાણી રૂપી લહરી વડે પ્રગટ થએલ ઉપશમ ગુણ રૂપી અમૃત, સમ્યકત્વ રૂપી ચિન્તામણિ, મેક્ષ રૂપી કલ્પવૃક્ષ તે રૂપી રત્નના સમુદાયને વગર મહેનતે ગ્રહણ કરે. ૧૩૯
સ્પષ્ટાર્થ – હવે આગમના વ્યાખ્યાનને સમુદ્રની સાથે સરખાવતાં ગ્રંથકાર જણાવે છે કે જેમ માસામાં સમુદ્ર નવા રસ (પાણી) વડે વૃદ્ધિ પામે છે તેમ આ વ્યાખ્યાન રૂપી સમુદ્ર વષકાલમાં નવા નવા રસ વડે (વૈરાગ્ય રસાદિથી) વૃદ્ધિ પામેલો છે, વળી જ્યારે સમુદ્ર વડવાનલથી સૂકાય છે, ત્યારે આ વ્યાખ્યા રૂપી સમુદ્ર અજ્ઞાન અને ક્રોધ રૂપી વડવાનલને છેદનાર છે, વળી જે આગમના વ્યાખ્યાન રૂપી સમુદ્રની પાસે શ્રી જિનેશ્વર દેવ નિરંતર રહેલા છે ત્યારે આ સમુદ્ર પાસે તે લક્ષ્મી નારાયણ ચોમાસામાં જ હોય છે. તેથી અપૂર્વ એવા વ્યાખ્યાન રૂપી સમુદ્રમાંથી ક્યા કયા રત્ન નીકળે છે તે જણાવે છે, જેમ સમુદ્રની લહેરેમાંથી રત્ન નીકળે તેમ મારા જેવા મનુષ્યની વાણી (ગુરૂમહારાજની વાણ) રૂપી લહેરેથી પ્રગટ થએલ શમતા રૂપી અમૃત, એટલે સમુદ્રમાંથી જેમ અમૃત નીકળ્યું તેમ આ આગમના વ્યાખ્યાન રૂપી સમુદ્રમાંથી શમ એટલે શમતા ભાવ રૂપી અમૃત નીકળેલું છે. સમકિત રૂપી ચિન્તામણિ રત્ન નીકળેલું છે અને મેક્ષ રૂપી કલ્પવૃક્ષ છે એવા અનેક રત્નથી ભરેલા વ્યાખ્યાન રૂ૫ સમુદ્રમાંથી હે ભવ્ય છે! તે રત્નના સમુદાય વગર મહેનતે ગ્રહણ કરે, સમુદ્રમાંના
" વાણી ) એ મારી જેમ જેમાંથી